Kutch ભચાઉના ગામો મીઠા માફિયાના ત્રાસમાં, લોકોએ હીજરત અને ધરણાની ચીમકી ઉચ્ચારી
Kutch ભચાઉ તાલુકાના કડોલ નજીક અભ્યારણની સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે મીઠું પકવી મીઠાનો કાળો કારોબાર મીઠા માફિયા ચલાવી રહ્યા છે. શિકરા, બંધણી, અમરસર, નેર અને કડોલ ગામમાં મીઠાની ઓવરલોડ ગાડી બેફામ દોડી રહી છે એકસાથે 50 જેટલી મીઠાની ઓવરલોડ ગાડી નીકળી રહી છે જેના લીધે ગ્રામજનો રસ્તા પર અવરજવર કરી સકતા નથી, બાળકો સ્કૂલએ જઈ શકતા નથી અને રસ્તા અત્યંત ખરાબ હોવાના લીધે એસટી બસ, એમ્બયુલન્સ જેવા સરકારી વાહનો આવી સકતા નથી મીઠા માફિયાના ત્રાસથી ગ્રામજનોએ હવે ત્રાહિમામ પોકાર્યા છે.
કડોલ નજીક આવેલા મીઠાના કારખાનાઓમાંથી ઓવરલોડ મીઠાં ભરેલ ગાડીઓ બંધણી અને શિકરા ગામે દિવસ રાત બેફામ દોડતી રહે છે મીઠાની ઓવરલોડ ગાડીઓના લીધે લોકોને પારાવાર મુશ્કેલી ભોગવાનો વારો આવ્યો છે મીઠાની ઓવરલોડ ગાડીઓના લીધે અનેક અકસ્માતો સર્જાયા છે ગામના રસ્તા ધોવાઈ ગયા છે સ્થાનિકોએ અનેક વખત જવાબદાર વિભાગોને લેખિત રજુઆતો કરી છે તેમ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
બંધણી સહિત આસપાસના ગ્રામજનોએ બે દિવસથી મીઠાં ઓવરલોડ ગાડીઓને રસ્તા પર અટકાવી દીધી છે જેના લીધે બંધણી અને શિકરા ગામના રસ્તા પર મીઠાની ગાડીઓના થપ્પા લાગ્યા છે અને મીઠાની ગાડીના પૈડા થંભી ગયા છે સ્થાનિકોએ બંધણી ગામમાંથી પસાર થતી મીઠા ઓવરલોડ ગાડી બંધ કરી અન્ય કોઈ રસ્તા પર મીઠાની ગાડી પસાર કરવામાં આવે તેવી માંગણી કરી છે જો માંગ નહીં સ્વીકારમાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર લડત કરવામાં આવશે અને બંધણી ગામના લોકો હીજરત કરી કચ્છ જિલ્લા કલેકટર કચેરી ખાતે અચોક્કસ મુદત સુધી ધરણા પર બેસવા માટે ચીમકી ઉચ્ચારી છે.
સ્થાનિકોનું કહેવું છે કે ભચાઉ ના બંધણી સહિત આસપાસના ગામોમાં પૂરતી વીજળી આપવામાં આવતી નથી જયારે મીઠાના કારખાનાઓમાં ગેરકાયદેસર રીતે PGVCL દ્વારા હેવી વીજ કનેકશન આપવામાં આવે છે અને મીઠા માફિયાઓને છાવરવામાં આવી રહ્યા છે મીઠાની ઓવરલોડ ગાડી બેફામ દોડતી હોવા છતાં પોલીસ અને RTO વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી મીઠા માફિયા વિરુદ્ધ કોઈ અવાજ ઉપાડે તેને ધાક ધમકી આપવામાં આવે છે.
મીઠા માફિયાઓ પોલીસ, વન વિભાગ, આરટીઓ, પીજીવીસીએલ, મહેસુલ વિભાગ સહિતના જવાબદાર વિભાગો સાથે મિલીભગત કરીને મીઠાનો કાળો કારોબાર ચલાવી રહ્યા છે મીઠાના કાળો કારોબર લીધે ભૂતકાળ અનેક ખૂની ખેલ પણ ખેલાયા છે તેમ છતાં કચ્છના વહીવટ તંત્રના પેટ નું પાણી પણ હલતુ નથી