કચ્છના કડવા પાટીદાર સમાજનો રાયપુરમાં દબદબો
કચ્છી પરિવારો દેશ-વિદેશમાં ઠેર-ઠેર વસવાટ કરી રહ્યા છે અને તેમાંય કચ્છી કડવા પાટીદાર સમાજના લોકોનો મહત્ત્વનો ફાળો છે. કચ્છના કડવા પાટીદાર સમાજના સૌથી વધારે નખત્રાણા તાલુકાના ગામડાના પરિવારો દેશ-વિદેશમાં વસવાટ કરે છે. દેશની વાત કરવામાં આવે તો છત્તીસગઢના રાયપુરમાં મોટી સંખ્યામાં કડવા પાટીદાર સમાજના લોકો વસવાટ કરે છે.
કચ્છના ગામ પ્રમાણે વસ્તીમાં કનકપુર ૩, વિરાણી (ગઢ) ૪, માધાપર ૬, કાદિયા મોટા ૧૨, ગઢશીશા ૪, મંગવાણા ૭, ખીરસરા ૭ જતાવીરા ૬, રણજીતપુરા કંપા ૪, નેત્રા ૭, લક્ષ્મીપર ૬, વેસલપર ૭, થરાવડા ૮, આણંદસર(મંજલ) ૧૩, નવી મંજલ ૧૨, સુખપર(વિરાણી મોટી) ૧૬, હરિપુરા (નિરોણા) ૧૭, જિયાપર ૧૯, નાગલપર ૧૯, અમલાઈ કંપા ૨૬, માનકુવા ૨૭, ઉખેડા ૧૧, કલ્યાણપર ૨૮, આણંદસર(વિથોણ) ૩૪,
દેશલપર(વાંઢાય) ૨૯, રામપુરા કંપા ૩૩, કંઢાય (અબડાસા) ૪૨, પલીવાડ (યક્ષ) ૭૨, ધાવડા મોટા ૭૬, રામપર(રોહા) ૮૫, નાની અરલ ૯૩, દેવપર (યક્ષ) ૧૮૪, દેવીસર ૨૬૧, નાના અંગિયા ૩૦૯, સાંયરા(યક્ષ) ૩૨૭, આણંદપર (યક્ષ) ૩૫૭, વિથોણ ૭૪૧, નખત્રાણા ૯૯૧, વિરાણી મોટી ૧૦૦૯ તેમજ સૌથી વધુ વસ્તી ધરાવતું કોટડા (જડોદર) ૧૦૭૮ નો સમાવેશ થાય છે.
ગત વર્ષે ૫,૮૪૦ની વસતી હતી, જે સંખ્યા વધીને ૫,૯૧૦ પર પહોંચી
ગત વર્ષે ૫,૮૩૦ અને આ વર્ષે સંખ્યા ૫,૯૧૦ થતા ૮૦નો વધારો થયો છે. ટોટલ ૯૭ના વધારા સામે ૧૭ ઘટતાં ૮૦નો વધારો થયો છે.
આ વર્ષે રામપર (રોહા)-૫, દેવપરાયક્ષ-૨, દેવીસર-૨, વિરાણી મોટી-૫, કોટડા(જ.)-૪, પલીવાડ-૭, નાની અરલ-૫, નાના અંગિયા-૫, આનંદપુર-૧૬, વિથોણ-૭, નખત્રાણા-૧૬, માધાપરા મંજલ, મંગવાણા-૨, નેત્રા-૧, ખીરસરા-૧, થરાવડા-૨, કાદિયા મોટા-૧૨, આણંદસર(મંજલ)-૩, અમલાઈ કંપા-૨, માનકુવા-૧, કલ્યાણપર-૨ સંખ્યાનો વધારો થયો છે.
કચ્છના ૪૦ ગામો પૈકી સૌથી વધુ ૩૨ નખત્રાણા તાલુકાના
રાયપુર(છત્તીસગઢ)માં કચ્છના ૪૦ ગામોના પાટીદાર સમાજના લોકો વસવાટ કરે છે, જેમાં સૌથી વધારે પશ્ચિમ કચ્છના નખત્રાણા તાલુકાના ૩૨ ગામો છે. એક વર્ષમાં રાયપુરમાં કચ્છના પાટીદાર સમાજના ૮૦ લોકોની વસ્તીમાં વધારો થયો છે. આ સમાજના લોકો દાયકાઓથી ત્યાં વસવાટ કરી રહ્યા છે. અનેક પરિવારોમાં સંતાનોના જન્મ પણ રાયપુરમાં થયા છે. પોતાના નાના-મોટા પ્રસંગો પણ ત્યાં કરવા લાગી ગયા છે.
જુદા-જુદા વ્યવસાયોમાં મહારથ હાંસલ કરી
આ સમાજના લોકો રાયપુરમાં સ્થાઈ થઈને સો મિલ, હાર્ડવેર, નાસ્તા, વા,કાંટાળી વાડ, ઇલેક્ટ્રિક, કરિયાણું, ફલોર મિલ, પેપર મિલ, ભેડિયા,કાંટાળી દાણ કર ઈલેકટ્રોનિક સહિતના વ્યવસાય સાથે જોડાયેલા છે. પોતાના ઘર, દુકાન, મિલ સહિતની સ્થાવર મિલકત કરીને પોતાનું વતન સમજીને વ્યવસાય કરી રહ્યા છે. વસ્તી ગણતરીની માહિતી રાયપુર (છ.ગ.) ભરતભાઈ માવાણી પાટીદાર સમાજના પ્રમુખ તેમજ મહામંત્રી હરેશભાઈ વેલાણી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી હોવાનું આણંદપર(યક્ષ)ના અને હાલ રાયપુર રહેતા જયંતીભાઈ એ. છાભૈયા તેમજ નાગજીભાઈ વી. ભીમાણીએ જણાવ્યું