Lakhpati Didi in India: સ્થાનિક ઉત્પાદનોને વિશ્વમંચ પર લઈ જવા દીદીઓની મોટી ભૂમિકા

Arati Parmar
2 Min Read

Lakhpati Didi in India: ૨ કરોડ દીદીઓને લખપતિ બનાવવાનો સરકારનો લક્ષ્યાંક

Lakhpati Didi in India: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જૂનાગઢ ખાતે આવેલા ભારતીય મગફળી સંશોધન સંસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જ્યાં ખેડૂતો તેમજ સ્વ-સહાય જૂથોની મહિલાઓ, એટલે કે દીદીઓ સાથે સીધો સંવાદ કર્યો. તેમણે જણાવ્યું કે, સરકારે લખપતિ દીદીઓ તૈયાર કરવાનો જે સંકલ્પ કર્યો છે, તે હવે ધીરે ધીરે સાકાર થતો જઈ રહ્યો છે.

15 ઓગસ્ટ સુધીમાં 2 કરોડ દીદીઓ બનશે લખપતિ

શિવરાજ સિંહે જણાવ્યું કે, અત્યાર સુધી દેશમાં 1.5 કરોડ દીદીઓ લખપતિ બની ચૂકી છે અને આગામી 15 ઓગસ્ટ, 2025 સુધીમાં 2 કરોડ મહિલાઓને આ સ્તરે લાવવામાં આવશે. આ સાથે જ તેમણે ઉમેર્યું કે હવે દેશના ઘણા વિસ્તારોમાં એવી કરોડપતિ દીદીઓ પણ છે જેમની વાર્ષિક આવક 10 લાખથી વધુ છે.

Lakhpati Didi in India

સ્થાનિક ઉત્પાદનોને લોકપ્રિય બનાવવામાં બહેનોનો યોગદાન

કૃષિ મંત્રીએ ખાસ ઉલ્લેખ કર્યો કે, લખપતિ દીદીઓ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપી રહી છે, જે દેશી માર્કેટ માટે મહત્વપૂર્ણ છે. મહિલાઓનો જમતો આત્મવિશ્વાસ અને તેમના ઉત્પાદનના ગુણવત્તા માને કે દેશના સ્થાનિક બ્રાન્ડ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોચી શકે છે.

મોદી સરકારના સંકલ્પ પાછળ મહિલા શક્તિ

શિવરાજ સિંહે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઈચ્છે છે કે દેશની દરેક સ્ત્રી આત્મનિર્ભર બને અને પોતાનું આર્થિક જીવન સુદ્રઢ બનાવે. મહિલાઓ જો યોગ્ય તાલીમ, લોન અને માર્ગદર્શન સાથે આગળ વધે તો અસાધારણ સિદ્ધિ હાંસલ કરી શકે છે.

Lakhpati Didi in India

કૃષિ ઉદ્યોગમાં મહિલાઓનો ઊંડો પ્રવેશ

મહિલાઓ હવે કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રમાં આગળ વધી રહી છે. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન દ્વારા જે વ્યાપક સહાય આપવામાં આવી રહી છે, તે મહિલાઓને નવી દિશા આપે છે. શિવરાજ સિંહે ખાસ કરીને એવા 50 મહિલાઓના ઉદાહરણ આપ્યા જેમણે 10 લાખથી વધુની આવક હાંસલ કરીને પોતાનું કૌટુંબિક અને સામાજિક જીવન બદલી નાખ્યું છે.

પ્રેરણાદાયી વાર્તાઓનું પ્રકાશન

આ પ્રસંગે શિવરાજ સિંહે એવી લખપતિ દીદીઓની સફળ વાર્તાઓનું સંકલન પણ રજૂ કર્યું જે અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની શકે છે. તેમણે જણાવ્યું કે આવી પ્રગતિશીલ બહેનો દેશના વિકાસમાં નવી ક્રાંતિ લાવી રહી છે.

Share This Article