આ કરવા ચોથ પર ખુલી જશે સંપત્તિના દ્વાર, જાણો તમારી રાશિ સામેલ છે કે નહીં?
સનાતન ધર્મમાં કરવા ચોથના વ્રતનું ખૂબ જ વિશેષ અને ધાર્મિક મહત્વ માનવામાં આવે છે. આ વર્ષે કરવા ચોથનો પવિત્ર તહેવાર 29 ઓક્ટોબર 2026ના રોજ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. પરિણીત મહિલાઓ પોતાના પતિની લાંબી આયુ, ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખી જીવન માટે આખો દિવસ નિર્જળા વ્રત રાખશે. પરંતુ, આ વખતની કરવા ચોથ માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં, પરંતુ જ્યોતિષીય દ્રષ્ટિએ પણ ખૂબ જ ફળદાયી અને ખાસ રહેવાની છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ કરવા ચોથ પર ગ્રહોની એક એવી દુર્લભ અને શુભ સ્થિતિ બની રહી છે, જેનાથી ‘લક્ષ્મી નારાયણ રાજયોગ’નું નિર્માણ થઈ રહ્યું છે. ચાલો જાણીએ કે આ શુભ યોગ કેવી રીતે બની રહ્યો છે અને કઈ 4 રાશિઓનું ભાગ્ય આ દિવસે ચમકવાનું છે.

કેવી રીતે બને છે લક્ષ્મી નારાયણ રાજયોગ?
વૈદિક જ્યોતિષમાં ગ્રહોના ગોચર અને યુતિનું મોટું મહત્વ હોય છે. આ વખતે કરવા ચોથના દિવસે તુળા રાશિમાં ગ્રહોના રાજા સૂર્ય, બુદ્ધિના દાતા બુદ્ધ અને ભૌતિક સુખોના કારક શુક્ર ગ્રહ એકસાથે બિરાજમાન રહેશે. જ્યારે પણ કોઈ રાશિમાં બુધ અને શુક્રની યુતિ (મિલન) થાય છે, ત્યારે તેનાથી ‘લક્ષ્મી નારાયણ રાજયોગ’ની રચના થાય છે. આ યોગને અત્યંત શુભ, ધન-ધાન્ય અને સમૃદ્ધિ આપનાર માનવામાં આવે છે.
આ 4 ભાગ્યશાળી રાશિઓને મળશે જબરજસ્ત ફાયદો
ગ્રહોના આ અદભુત સંયોગથી આમ તો તમામ રાશિઓ પર પ્રભાવ પડશે, પરંતુ 4 એવી ભાગ્યશાળી રાશિઓ છે જેના માટે આ કરવા ચોથ આર્થિક અને કરિયરની દ્રષ્ટિએ વરદાન સાબિત થવાની છે:
1. મેષ રાશિ (Aries)
મેષ રાશિના જાતકો માટે લક્ષ્મી નારાયણ રાજયોગ ખૂબ જ શુભ પરિણામ લઈને આવી રહ્યો છે. નોકરી કરતા લોકોને ઓફિસમાં પ્રમોશન (Promotion) અને પગાર વધારાનો લાભ મળી શકે છે. જે લોકો કરિયરમાં આગળ વધવાની તક શોધી રહ્યા હતા, તેમને નવી તકો મળશે. આ સાથે જ જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા અને પરસ્પર તાલમેલ વધશે.
2. વૃષભ રાશિ (Taurus)
વૃષભ રાશિવાળા લોકોના જીવનમાં આ રાજયોગ સકારાત્મક બદલાવ લાવશે. જો તમે લાંબા સમયથી નવી નોકરીની શોધ કરી રહ્યા છો, તો તમારી રાહ પૂરી થઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ (Competitive Exams) ની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મળવાના પ્રબળ યોગ છે. ઘર-પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને કોઈ માંગલિક કાર્ય સંપન્ન થઈ શકે છે.
3. મિથુન રાશિ (Gemini)
મિથુન રાશિના જાતકોને કરિયર અને વેપારના ક્ષેત્રમાં મનપસંદ લાભ મળવાની સંભાવના છે. જો તમે કોઈ નવું કામ કે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમય ખૂબ જ અનુકૂળ છે. આર્થિક દ્રષ્ટિએ રોકાણ (Investment) કરવા માટે આ સમય ખૂબ જ સારો રહેશે અને ભવિષ્યમાં તમને તેનાથી શાનદાર રિટર્ન મળી શકે છે.
4. તુલા રાશિ (Libra)
આ ‘રાજયોગ’ તુલા રાશિના જાતકો માટે સૌથી વધુ ફળદાયી સાબિત થશે, કારણ કે બુધ અને શુક્રનો આ શુભ સંયોગ સ્વયં તુલા રાશિમાં જ બની રહ્યો છે. તેના પ્રભાવ હેઠળ, તમારા તમામ અટકેલા કાર્યો ઝડપથી પૂર્ણ થશે. તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને આર્થિક લાભના નવા માર્ગો ખુલશે. તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં તમને સફળતા મળશે.
આ કરવા ચોથ પર માતા કર્વાની પૂજાની સાથે-સાથે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરાધના અવશ્ય કરો, જેથી આ લક્ષ્મી નારાયણ યોગનું પૂર્ણ અને શુભ ફળ તમને પ્રાપ્ત થઈ શકે!

3. મિથુન રાશિ (Gemini)