હંગામી ફટાકડા લાયસન્સ માટે 18 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે: જાણો મહત્વની માહિતી!
આગામી દીવાળી તહેવારના પગલે ફટાકડા વેપારીઓ માટે રાજ્ય સરકાર દ્વારા હંગામી લાયસન્સ માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આવા લાયસન્સ માટે ૩૦ દિવસની મર્યાદામાં વેચાણ માટે મંજૂરી આપવામાં આવશે. અરજદારોને તા. ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધી સંબંધિત મામલતદાર કચેરીમાં અરજી કરવી રહેશે. અરજી માટેના ફોર્મ વિના મુલ્યે ઉપલબ્ધ રહેશે.
આ જગ્યાઓ માટે લાયસન્સ મંજુર થશે:
- પારડી નગરપાલિકા વિસ્તાર (૩૦ દુકાનો)
- વાપી નોટીફાઇડ એરિયા, રામલીલા મેદાન (૬૦ દુકાનો)
- ઉમરગામ નગરપાલિકા, કુમાર શાળા પાસે (૧૫ દુકાનો)
- નાનાપોંઢા ગ્રામ પંચાયત – પ્લોટ નં. ૭૫૮ (૩૫ દુકાન) અને ૬૫ (૪૦ દુકાનો)
- ધરમપુર નગરપાલિકા ધોબીધોવાણ વિસ્તાર (૩૦ દુકાન)
- વલસાડ નગરપાલિકા – સી.બી. હાઈસ્કૂલ ગ્રાઉન્ડ (૪૦ દુકાન)
- વાપી નગરપાલિકા નજીક મેદાન (૨૨ દુકાન)
આ જગ્યાઓ સિવાયની જગ્યાઓ માટે કરવામાં આવેલી અરજીઓ સ્થળની સુરક્ષા, સરકારની નીતિ અને નકશાની છણાવટ બાદ મંજૂર અથવા ફગાવી શકાશે.
અરજી કરવાની અગત્યની શરતો:
- અરજીઓ એક નકલમાં દાખલ કરવી અને રૂ.૩/- કોર્ટ ફી સ્ટેમ્પ સાથે આપવી.
- લાયસન્સ ફી રૂ. ૯૦૦/- (પ્રકાશપાત્ર ચાલન સાથે).
- જો કુટુંબના કોઈ સભ્ય પાસે પહેલેથી કાયમી લાયસન્સ છે, તો બીજા સભ્યે અરજી કરી શકશે નહીં.
- અરજદારે સ્થળની નકશો, નગરપાલિકા/ગ્રામપંચાયતની સંમતિ, ફાયર સેફ્ટી મંજૂરી, ફાયર એક્સ્ટિંગ્યુશર સહિત તમામ જરૂરી વ્યવસ્થા દર્શાવવી ફરજિયાત છે.
- સ્ટોલમાં આગળ અને પાછળ દરવાજા હોવા જરૂરી છે.
- રહેઠાણનો પુરાવો, નાણાકીય વિગતો, આવકનો હિસાબ, ૨૦૨૪માં કરેલા વેપારના પુરાવા પણ જમા કરાવવાના રહેશે.
- ગુનો નોધાયેલ નથી તેવી પોલીસનો દાખલો આવશ્યક છે.
- ફટાકડા સાથે લગતા તમામ સરકારી અને વિસ્ફોટક વિભાગના નિયમોનું પાલન ફરજિયાત રહેશે.
અરજીની પસંદગી કેવી રીતે થશે?
અરજી કરનારની સંખ્યા પ્લોટ સંખ્યાથી વધુ થશે તો “First Come, First Serve” ધોરણ સાથે અરજદારોના અનુભવ અને અરજીની ગુણવત્તા આધારે પસંદગી કરવામાં આવશે. જો કે અંતિમ નિર્ણય સંબંધિત મામલતદાર કચેરીનો રહેશે અને તેના વિરુદ્ધ કોઈ તકરાર ચલાવવાનો અધિકાર નહીં રહે.
વધુ માહિતી માટે શું કરવું?
અરજદારો તેમના સંબંધિત મામલતદાર કચેરીનો સંપર્ક સાધી, ફોર્મ મેળવી શકે છે અને ભરેલ અરજી તા. ૧૮-૦૯-૨૦૨૫ સુધી (કાર્યદિવસે) કચેરી સમય દરમિયાન જમા કરાવવી રહેશે.