પશ્ચિમ કચ્છમાં સસ્તા સોના બહાને ઠગાઈ કરતાં ૩૦થી વધુ આરોપીનું એલસીબી, એસઓજી દ્વારા સઘન ચેકિંગ કરાયું
પશ્ચિમ કચ્છમાં સસ્તા ભાવમાં સોનુ આપવાની લાલચ આપીને ભોળા લોકોની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચારવામાં આવતી હોવાના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા વિકાસ સૂંડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ
S. O. G. અને L.C.B. ની ટીમ દ્વારા ગેરપ્રવૃત્તિ આચારનારા 30 આરોપીઓનું ચેકીંગ હાથ ધરાયું હતું. પોલીસની ટિમોએ ૩૦ જેટલા લિસ્ટેટ આરોપીના સ્થળો પર કોમ્બિંગ કરીને હાલની પ્રવૃત્તિ સહિતની તપાસ કરી હતી.
સ્થળ પર જે આરોપી હાજર ન હોય તેમને એલસીબીમાં હાજર રહેવાની સૂચના અપાઈ હતી.
આરોપીના વ્યવસાયના સ્થળો, રહેણાક મકાનો સહિતના સ્થળો પર તપાસ કરાઈ
એલસીબીના ઇન્ચાર્જ પી.આઈ.એચ.આર.જેઠી, પી.એસ. આઈ. જે.બી.જાદવ તેમજ એસ.ઓ.જી.ના પી.આઈ.
કે.એમ.ગઢવી તથા સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને સસ્તા સોનાના નામે છેલ્લા ત્રણ વર્ષમાં ઠગાઈ કરનારા ૩૦ જેટલા આરોપીના સ્થળો પર કોમ્બિંગની કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ આરોપીના વ્યવસાયના સ્થળો, રહેણાક મકાનો સહિતના સ્થળો પર પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. એલસીબી અને એસઓજીની ટીમો દ્વારા સાંજના ૬ વાગ્યાથી રાત્રિના નવ વાગ્યા સુધી કોમ્બિંગ હાથ ધરાયું
પોલીસ દ્વારા શક પડતી જગ્યાઓ પર પણ કરાઈ તપાસણી
સ્થળ પર હાજર મળી આવેલા આરોપીઓ હાલમાં કઈ પ્રવૃત્તિઓ કરે છે, વ્યવસાય, કે કયા પ્રકારની કામગીરી કરી રહ્યા તે અંગેની પૂછપરછ કરાઈ હતી. આ ઉપરાંત આરોપીઓની શક પડતી જગ્યાઓને પણ તપાસણી કરવામાં આવી હતી.
હાજર મળી આવેલા આરોપીઓની કરાઈ ઘાનિષ્ઠ પૂછપરછ
પોલીસની તપાસ દરમ્યાન હાજર મળી આવેલા આરોપીઓની અધિકારીઓ દ્વારા ઘનિષ્ઠ પૂછપરછ કરાઈ હતી. જ્યારે હાજર નહીં મળી આવેલા આરોપીઓના સંબંધીઓને અલગ અલગ તારીખે એલ.સી.બી.માં હાજર રહેવાની સૂચનાઓ આપવામાં આવી હતી.