ઉકાળેલી ચાની પત્તી ફેંકી ન દો, ઘરના કામમાં આ રીતે ઉપયોગ કરો
ઉકાળેલી ચા પત્તીનો ઉપયોગ ત્વચાને નિખારવા માટે તેમજ અન્ય ઘણા કામોમાં કરવામાં આવે છે. ચાલો જાણીએ ઉકાળેલી ચાની પત્તીના પુનઃઉપયોગ વિશે. તેમાં જોવા મળતા એન્ટીઓક્સીડેન્ટ માત્ર ત્વચાને સુધારે છે, પરંતુ ઉકાળેલી ચાની પત્તીનો ઉપયોગ ઘરના અન્ય કામોમાં પણ કરી શકાય છે.
વાળ ચમકદાર બનાવો
ઉકાળેલી ચાની પત્તીને સ્વચ્છ પાણીથી ધોઈ લો, તેને ફરીથી ઉકાળો અને તેને ગાળી લો અને આ પાણીને ઠંડુ કર્યા પછી તમે તેનાથી તમારા વાળ ધોઈ લો.આવું અઠવાડિયામાં બે વાર કરો.તેનાથી તમારા વાળ નરમ અને ચમકદાર બનશે.
ઈજા પર લગાવો
ઉકાળેલી ચાની પત્તીમાં એન્ટી-ઓક્સીડેન્ટ મળી આવે છે. તમે તેનો ઉપયોગ તમારા ઘાને મટાડવા માટે કરી શકો છો. ચાના પાંદડાને ધોઈ લો અને તેને ફરીથી સ્વચ્છ પાણીમાં ઉકાળો. ત્યાર બાદ તેને પીસીને પેસ્ટ બનાવો અને તેને ઘા પર લગાવો અને જે પાણીમાં તેને ઉકાળવામાં આવ્યું છે તેને ફેંકશો નહીં, ઘાને પાણીથી સાફ કરો, તેનાથી તમારી ઈજા ઝડપથી ઠીક થઈ જશે.
કાચને ચમકાવો
ઘણીવાર અરીસો સાફ કરતી વખતે એ નોંધ્યું હશે કે, તમે જે કપડાથી કાચ સાફ કરી રહ્યા છો તેમાં કપડાના રેસા કાચ પર ચોંટી જાય છે, પરંતુ તમે ઉકાળેલી ચાની પત્તીને ફરીથી સ્વચ્છ પાણીમાં ઉકાળીને તેના પર સ્પ્રે કરી જો તમે સાફ કરો છો, તો તમારો અરીસો ચમકશે.8