આ વસ્તુઓ ખાવાથી ખરાબ થાય છે દાંત, ખાશો તો પસ્તાશો
અમુક વસ્તુઓ ખાવાથી તમારા દાંતને ઝડપથી નુકસાન થાય છે. જાણો દાંતને સ્વસ્થ રાખવા માટે તમારે કઈ વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.
મોટાભાગના લોકો તેમના દાંતની કાળજી માત્ર બ્રશ કરવા સુધી જ સીમિત રાખે છે અને તેમની ખાવાની ટેવ પર ધ્યાન આપતા નથી. નિષ્ણાતોના મતે તમારા આહારની અસર દાંત પર પણ પડે છે અને અમુક વસ્તુઓ ખાવાથી દાંત ઝડપથી બગડે છે.
ડ્રાયફ્રુટ્સ
ડ્રાયફ્રુટ્સનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ જરદાળુ અને કિસમિસ જેવા ડ્રાય ફ્રુટ્સ વધુ માત્રામાં ખાવાથી તમારા દાંતને નુકસાન થઈ શકે છે. આ વસ્તુઓનું સેવન મર્યાદિત માત્રામાં કરો.
બટાકાની ચિપ્સ
સ્ટાર્ચવાળી વસ્તુઓ દાંતમાં ફસાઈ જાય છે અને જો યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે તો કેવિટીઝ થાય છે. જો તમે તમારા દાંતને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો બટાકાની ચિપ્સ અને સ્ટાર્ચવાળી એવી વસ્તુઓ ન ખાઓ.
વાઇન
વાઇનના સેવનથી દાંતને પણ નુકસાન થાય છે. વાઇન, કોફી અને ચા જેવી વસ્તુઓ દાંત પીળા કરી શકે છે. જેના કારણે દાંતમાં ઈનેમલ ઈરોશનની સમસ્યા થઈ શકે છે.
પીણાં
ગળ્યા પીણાના સેવનથી શરીરમાં વજન વધવાથી લઈને ઘણી સમસ્યાઓ વધી શકે છે. આનાથી દાંતને એસિડિક નુકસાન થાય છે. સોફ્ટ ડ્રિંક્સ, કાર્બોનેટેડ પીણાં, ફળોના રસ, એનર્જી ડ્રિંક્સ, સ્મૂધી જેવી વસ્તુઓનું વધુ પડતું સેવન ન કરો. કેન્ડી જેવી વસ્તુઓ ખાવી પણ દાંત માટે હાનિકારક છે.