Litchi farming success story: ત્રણ વીઘામાં લીચીની ખેતીથી બદલાઈ કિસ્મત: બનવારી લાલે ખેતરમાં લખી સફળતા કથા

Arati Parmar
2 Min Read

Litchi farming success story: નવી પદ્ધતિ, નવી દિશા: બનવારી લાલે ખેતીમાં લાવ્યું નવી વિચારધારાનું વાવેતર

Litchi farming success story: ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લાના શહજાદપુર ગામના ખેડૂત બનવારી લાલે એ સાબિત કરી દીધું કે જો ઈરાદા મજબૂત હોય તો ખેતીમાંથી પણ લાખોની આવક મેળવી શકાય. પ્રાકૃતિક ખેતીના પ્રારંભિક પ્રયત્નો બાદ તેમણે નવા પ્રયાસ રૂપે લીચીની ખેતી શરૂ કરી – અને એ પ્રયાસ બન્યો તેઓના જીવનનો ટર્નિંગ પોઈન્ટ.

ત્રણ વીઘા જમીનમાં લીચીની ખેતીથી વર્ષમાં લાખોની આવક

બનવારી લાલે માત્ર ત્રણ વીઘા જમીનમાં લીચીનો બાગ બનાવ્યો. શરૂઆતમાં છોડ તૈયાર કરવા મહેનત થઇ, પણ જ્યારે છોડ ફળ આપવા લાગ્યા ત્યારે આવક જોઈ બધા આશ્ચર્યચકિત રહી ગયા. દરેક વૃક્ષે આશરે ₹6,000 સુધીનું ઉત્પાદન આપ્યું અને કુલ વાર્ષિક આવક લાખો સુધી પહોંચી.

Litchi farming success story

એક વારનું વાવેતર, વર્ષો સુધી ફાયદો

લીચીનું વૃક્ષ એક વાર વાવવામાં આવે તો દર વર્ષે ફળ આપે છે. એટલે કે – એક વખતની મહેનત અને લાંબાગાળાનો નફો. વૃક્ષનો વૃદ્ધિ દર વધે છે, એમ આવક પણ દર વર્ષે વધુ થાય છે.

ટેકનિકલ ખેતી તરફ વળ્યા ત્યારે મળ્યું સાચું પરિણામ

બનવારી લાલે પહેલા પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરતાં, પણ નફો સારો ન મળતા તેમણે નવી ટેકનિક અજમાવી. લીચીની બાગાયતી ખેતી શરૂ કરીને તેમણે ટેકનોલોજી અને પરંપરાનું સંતુલન સાધ્યું, જેનું પરિણામ ખૂબ સરાહનીય રહ્યું. તેમના પગલે આજુબાજુના ખેડૂતો પણ પ્રેરાઈ રહ્યા છે.

Litchi farming success story

સરકારના હસ્તે સન્માન મળતાં ગ્રામ્ય વિસ્તારમાં ઉજવણીનો માહોલ

અત્યાર સુધીની મહેનતનું ફળ ત્યા મળ્યું જ્યારે બનવારી લાલને ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. આ ઘટના સમગ્ર વિસ્તારમાં ગૌરવ અને આશાની લાગણી ફેલાવતી બની. આજે અનેક ખેડૂત બનવારી લાલ પાસે લીચી ખેતીની માહિતી લેવા પહોંચે છે.

Share This Article