Live Video: આંખના પલકારામાં નર્મદા નદીમાં મગર કૂતરાને ખેચી ખાઈ ગયો, ભરુચના ઝઘડીયાનાં તરસાલી ગામની ઘટના
Live Video નર્મદા નદીમાં મગરોની હાજરીનાં વધુ એક ભયાવહ પુરાવો સામે આવ્યો છે. નદીમાં નહાવા માટે ગમે ત્યા કૂદકા મારતા લોકોએ પણ આ ઘટનાથી ચેતી જવા જેવું છે. ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના તરસાલી ગામે નર્મદા નદીમાં એક ચોંકાવનારી ઘટના બની છે.
બન્યું એવું છે કે બે શ્વાન નદીના પાણીમાં મસ્તી કરી રહ્યા હતા
ત્યારે શ્વાનોની તાગમાં નદીમાં વિહરી રહેલાં મગરની ઝપઠમાં બે પૈકી એક શ્વાન આવી ગયો. પાણીમાંથી અચાનક જ શ્વાન પર તરાપ મારીને મગર શ્વાનને ખેંચી ગયો અને આંખના પલકારામાં તેને ખાઈ ગયો. બીજો શ્વાન પોતાનો જીવ બચાવીને ભાગી છૂટતો હોવાનું વીડિયોમાં દેખાય છે. મોબાઈલ કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ જવા પામી છે.
મહત્વનું એ છે કે વારંવાર નર્મદા નદીમાં મગરોની હાજરી હોવાની ચર્ચા થતી રહે છે.
વહીવટી તંત્ર દ્વારા ક્યાંય પણ અહીં મગર છે, જીવનું જોખમ છે તેવા બોર્ડ લગાવવામાં આવ્યા નથી. હવે શ્વનને પળવારમાં મગર દ્વારા કોળિયો બનાવી દેવાતા વહીવટી તંત્ર લોકોની સલામતી માટે પગલા ભરશે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. ખાસ કરીને બાળકોની સલમાતી માટે અગમચેતી રુપે કાર્યવાહી કરવામાં આવે તેવી લોક લાગણી અને માંગણી પણ ઉઠી રહી છે.