BJP Candidate List 2024: BJPએ શુક્રવારે તેની ચોથી યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 15 ઉમેદવારોના નામ સામેલ છે. જુઓ કોને કઈ સીટ પરથી ટિકિટ મળી…
ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024 માટે તેની ચોથી યાદી જાહેર કરી છે. આ યાદીમાં બે રાજ્યોના 15 ઉમેદવારોના નામ સામેલ છે. આ પહેલા બીજેપીએ ગુરુવારે રાત્રે ત્રીજી યાદી બહાર પાડી હતી.
તમિલનાડુમાં 14 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે
ભાજપે પુડુચેરીની એક અને તમિલનાડુની 14 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. A. નમસિવયમને પુડુચેરી સીટ પરથી ટિકિટ આપવામાં આવી છે. તમિલનાડુની તિરુવલ્લુર સીટ પરથી ભાજપના પો. વી. બાલગણપતિ, ચેન્નાઈ ઉત્તરથી આર.સી. પોલ કનાગરાજ, નમક્કલના કેપી રામલિંગમ અને તિરુવન્નામલાઈના એ. અશ્વત્માનને ટિકિટ આપવામાં આવી છે.
SGM રમેશ નાગાપટ્ટનમથી ઉમેદવાર
આ સિવાય બીજેપીએ તિરુપુરથી એપી મુરુગાનંદમ, પોલાચીથી કે. વસંતરાજન, કરુરથી વી.વી. સેંથિલનાથન, ચિદમ્બરમથી પી. કાર્તિયાયીની (એસી), નાગપટ્ટિનમથી એસજીએમ રમેશ, એ. મુરુગાનંદમ, શિવગંગાઈથી ડો.દેવનાથ યાદવ, મદુરાઈથી પ્રોફેસર રામા શ્રીનિવાસન, વિરુધુનગરથી રાધિકા સરથકુમાર અને તેનકાસી (SC)ના બી. જોન પાંડિયનને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
રાધાકૃષ્ણનને કન્યાકુમારીથી ટિકિટ મળી
આ પહેલા ગુરુવારે જાહેર કરવામાં આવેલી ત્રીજી યાદીમાં પૂર્વ મંત્રી રાધાકૃષ્ણનને કન્યાકુમારીથી, પૂર્વ રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજનને ચેન્નાઈ દક્ષિણથી, તમિલનાડુના બીજેપી અધ્યક્ષ અન્નામલાઈ કોઈમ્બતુરથી અને કેન્દ્રીય મંત્રી એલ. મુરુગનને નીલગીરી સીટ પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
ત્રીજી યાદીમાં તામિલનાડુના 9 ઉમેદવારો
21 માર્ચે જાહેર કરાયેલી ભાજપની ત્રીજી યાદીમાં તમિલનાડુની કુલ 9 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. ચેન્નાઈ સેન્ટ્રલથી વિનોજ પી. સેલ્વમ, વેલ્લોરથી એ.સી. શણમુગમ, કૃષ્ણાગિરીથી સી. નરસિમ્હન, પેરમ્બલુરથી ટી.આર. પરિવંદર અને થૂથુકુડીથી નૈનાર નાગેન્દ્રનને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.