Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આજે દિલ્હીમાં બીજેપી પાર્ટી હેડક્વાર્ટર ખાતે મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમ યાદીમાં 195 ઉમેદવારો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ભાજપની પ્રથમ યાદીમાં ગુજરાતના 15 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
1) ગાંધીનગર: અમિત શાહ, રિપીટ
(2) કચ્છ: વિનોદ ચાવડા,રિપીટ
(3) નવસારી: સી.આર. પાટીલ, રિપીટ
(4) પોરબંદર: મનસુખ માંડવીયા
(5) બારડોલી: પ્રભુ વસાવા, રિપીટ
(6) ભરૂચ: મનસુખ વસાવા, રિપીટ
(7) બનાસકાંઠા: રેખા સોલંકી
(8) રાજકોટ: પુરસોત્તમ રૂપાલા
(9) ખેડા: દેવું સિંહ ચાવડા, રિપીટ
(10) અમદાવાદ(પ): દિનેશ મકવાણા
(11) જામનગર: પૂનમ માડમ,રિપીટ
(12) આણંદ: ,મિતેષ પટેલ, રિપીટ
(13) પંચમહાલ: રાજપાલ સિંહ
(14) પાટણ: ભરતસિંહ ડાભી, રિપીટ
(15) દાહોદ: જશવંત સિંહ ભભોર, રિપીટ
પ્રથમ લિસ્ટમાં 195 બેઠકના ઉમેદવાર જાહેર
જેમાં જણાવવામાં આવ્યું છે કે,પીએમ મોદી વારાણસીથી ચૂંટણી લડશે.આ યાદીમાં ગુજરાતના 15 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. કચ્છથી વિનોદ ચાવડાને ટિકિટ આપવામાં આવી છે. બનાસકાંઠાથી ડૉ રેખાબેન ચૌધરી, પાટણથી ભરતસિંહ ડાભી, ગાંધીનગરથી અમિત શાહ, અમદાવાદ પશ્ચિમ દિનેશ મકવાણા, રાજકોટ પુરુશોત્તમ રુપાલા, પોરબંદર મનસુખ માંડવિયા, જામનગર પૂનમબેન માડમ, આણંદ મિતેશ પટેલ, ખેડાથી દેવુસિંહ ચૌહાણ, પંચમહાલ રાજપાલ સિંહ મહેંદ્રસિંહ જાદવ, દાહોદ જસવંતસિંહ ભાભોર, ભરુચ મનસુખ વસાવા, બારડોલી પ્રભુભાઈ વસાવા, નવસારીથી સીઆર પાટીલને ટિકિટ આપવામાં આવી છે.
પ્રેસ કોન્ફરન્સની મહત્ત્વની બાબતો
28 મહિલાઓને ટિકિટ
34 કેન્દ્રીય મંત્રીઓને ટિકિટ
28 મહિલાઓને ટિકિટ
47 યુવા ચહેરાઓને ટિકિટ
27 SC ચહેરાને ટિકિટ
18 ST ચહેરાને ટિકિટ
57 OBC ચહેરાને ટિકિટ
પ્રથમ લિસ્ટમાં ક્યા રાજ્યના કેટલા ઉમેદવાર?
ગુજરાતના 15 ઉમેદવાર
ઉત્તર પ્રદેશના 51 ઉમેદવાર
મધ્ય પ્રદેશના 24 ઉમેદવાર
રાજસ્થાનના 15 ઉમેદવાર
કેરળના 12 ઉમેદવાર
તેલંગાણાના 9 ઉમેદવાર
આસામના 11 ઉમેદવાર
Lok Sabha Election 2024 માટે ઉમેદવારોના નામ પર અંતિમ નિર્ણય લેવા માટે 29 ફેબ્રુઆરીએ દિલ્હીમાં બીજેપીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક યોજાઈ હતી. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી. રાત્રે લગભગ 1.30 વાગ્યા સુધી ભાજપના આગેવાનો ભાજપના મુખ્યાલયમાં અવર જવર જોવા મળી હતી.