Lok Sabha Election 2024: ગુજરાત ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે, “અમિત શાહ અમદાવાદ જિલ્લાના સાણંદમાં એપીએમસી સર્કલથી નળસરોવર ચોક સુધીનો પ્રથમ રોડ શો શરૂ કરશે. આ રોડ શો સવારે 10 વાગ્યાની આસપાસ શરૂ થવાની સંભાવના છે. આ પછી આગળનો રોડ શો જેપી ગેટથી કલોલ થઈ ટાવર ચોક સુધી રહેશે. ત્રીજો રોડ સાંજે 4 કલાકે યોજાશે. આ રોડ સરદાર પટેલ ચોક રાણીપથી કે.કે.નગર ઘાટલોડિયા થઈને વણિકનાથ ચોક થઈને નારણપુરા થઈ વેજલપુર વિધાનસભામાં પ્રવેશ કરશે. આ પછી ગૃહમંત્રી અમિત શાહ વેજલપુરમાં જ રાત્રે 8 વાગ્યે એક મોટી જનસભાને સંબોધશે.
ઓવૈસીએ હૈદરાબાદમાં ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો.
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ મુસ્લિમીનના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ લોકસભા ચૂંટણીને લઈને હૈદરાબાદમાં ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે. હૈદરાબાદમાં 13 મેના રોજ મતદાન થશે.
‘સમાજવાદી પાર્ટીએ સનાતનને નિશાન બનાવ્યું’, બ્રજેશ પાઠક
યુપીના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે કહ્યું કે સમાજવાદી પાર્ટી સનાતન ધર્મને નિશાન બનાવે છે. હું આની નિંદા કરું છું. આજ સુધી આ લોકો સનાતનની તરફેણમાં સ્ટેન્ડ લઈ શક્યા નથી.
‘મારા માટે આ એક મોટો દિવસ છે’, સુનેત્રા પવાર
મહારાષ્ટ્રની બારામતી સીટ પરથી ડેપ્યુટી સીએમ અજિત પવારની NCP ઉમેદવાર સુનેત્રા પવારે કહ્યું કે આજનો દિવસ મારા માટે મોટો દિવસ છે. આ એટલા માટે છે કારણ કે મારે આજે નોમિનેશન ભરવાનું છે