Lok sabha Election Result: કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે સમાચાર સામે આવ્યા છે કે નરેન્દ્ર મોદી 9 જૂને વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે.
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર થયા બાદ દિલ્હીમાં સરકાર બનાવવાના પ્રયાસો તેજ થઈ ગયા છે. 8 જૂને દિલ્હીમાં AICC મુખ્યાલયમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠક યોજાવા જઈ રહી છે.
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે સમાચાર સામે આવ્યા છે કે નરેન્દ્ર મોદી 9 જૂને વડાપ્રધાન પદના શપથ લઈ શકે છે. આ પહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે 5 જૂને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે ઈન્ડિયા એલાયન્સની બેઠક યોજાઈ હતી. જે અંગે ખડગેએ કહ્યું હતું કે દેશનો આ જનાદેશ નરેન્દ્ર મોદી વિરુદ્ધ છે.
લોકસભા ચૂંટણીના પરિણામોના એક દિવસ બાદ દિલ્હીમાં આયોજિત ઈન્ડિયા એલાયન્સની બેઠકમાં ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, તૃણમૂલ કોંગ્રેસના મહાસચિવ અભિષેક બેનર્જી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એસપી)ના વડા શરદ પવાર. ડીએમકેના નેતા અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન, આમ આદમી પાર્ટીના નેતાઓ સંદય સિંહ અને રાઘવ ચઢ્ઢા, શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉત સહિત ઘણા નેતાઓ હાજર હતા.
Congress Working Committee meeting presided by party president Mallikarjun Kharge to be held on June 8 at AICC headquarters in Delhi.
— ANI (@ANI) June 6, 2024