LokSabha Elections 2024: કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમાં 43 નામોની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલા કોંગ્રેસે 39 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને ફરી જાલોરથી ટિકિટ આપવામાં આવી છે. ચુરુથી ભાજપમાંથી આવેલા રાહુલ કંસવાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પ્રદીપ તમટાને અલ્મોડાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ યાદીમાં 10 જનરલ કેટેગરી, 13 OBC અને 10 SC, 9 ST, 1 મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં છે. કોંગ્રેસે બીજી યાદીમાં આસામ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરાખંડના નામ જાહેર કર્યા છે. ગૌરવ ગોગોઈ આસામના જોરહાટથી ઉમેદવાર હશે, નકુલ નાથને મધ્ય પ્રદેશના છિંદવાડાથી ટિકિટ મળી છે.
61
/ 100
SEO સ્કોર