Sonia Gandhi: ‘આજે બંધારણ બદલવાનું ષડયંત્ર છે’, જયપુરથી સોનિયા ગાંધીનો મોદી સરકાર પર જોરદાર પ્રહાર
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ શનિવારે (6 એપ્રિલ 2024) કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષથી આપણો દેશ એવી સરકારના હાથમાં છે જેણે મોંઘવારી અને બેરોજગારી સિવાય કશું આપ્યું નથી. આ સરકારે સામાન્ય લોકો પર અત્યાચાર કર્યો છે. આ દેશ માત્ર અમુક લોકોની સંપત્તિ નથી. આ દેશ આપણા સૌનો છે. આપણા મહાન પૂર્વજોએ સખત સંઘર્ષ કરીને આઝાદી મેળવી હતી. અમે અન્યાય સામે લડતા રહીશું.
રાજસ્થાનના જયપુરમાં એક રેલીને સંબોધતા સોનિયા ગાંધીએ કહ્યું કે આ દેશ થોડા લોકોની સંપત્તિ નથી. દેશથી મોટું કોઈ ન હોઈ શકે. ચારે બાજુ અન્યાયનો અંધકાર છે. આપણે અન્યાય સામે એક થવું પડશે.