Dang: નવસારી જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ત્યારે નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ અવનવા કાર્યક્રમો તથા પ્રવૃતિઓ થકી મતદારોને જાગૃત કરવાના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં ૨૬ વલસાડ (અ.જ.જા) લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ૧૭૭ વાંસદા (અ.જ.જા) વિ.સ.મ.વિ, મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, વાંસદાના માર્ગદર્શન હેઠળ વાંસદા તાલુકાના ખડકાળા ચોકડીથી હનુમાન બારી ચોકડી સુધીના રોડ પર લોકોમાં મતદાર જાગૃતિ અને મતદાનની અપીલ માટેની સ્વીપની પ્રવૃતિના ભાગરૂપે રોડ પેઇન્ટિંગ કરવામાં આવ્યું હતું.
જેમાં મતદાના માટે પ્રેરણા આપતા વિવિધ સુત્રોના માધ્યમ થકી આગામી તા. 07/05/2024 ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. આ સુત્રો તમામ રાહદારીઓ માટે ધ્યાનાકર્ષણરૂપ બન્યા હતા.