Dang: પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરીને નાગરીકો લોકશાહીના મહાપર્વમાં ભાગીદારી નોંધાવે તે માટે રેલી દ્વારા લોકોને જાગૃત કરાયા.
લોકસભાની સામાન્ય ચૂંટણી, ૨૦૨૪ અંતર્ગત, ડાંગ જિલ્લાના એસ્પીરેશનલ તાલુકા સુબિર ખાતે, તારીખ ૧૭ એપ્રિલના રોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને ડાંગ કલેક્ટર શ્રી મહેશ પટેલના માર્ગદર્શન હેઠળ, સ્વિપ પ્રવૃતિ અંતર્ગત મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ.
લોકશાહીના આ મહાપર્વમાં ડાંગ જિલ્લાના તમામ મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે
તેમજ લોકશાહીમાં તેઓની ભાગીદારી સુનિશ્ચિત થાય તે માટે રેલી દ્વારા મતદાર જાગૃતિનો સંદેશો ફેલાવવામાં આવ્યો હતો. આ રેલીમાં નવજ્યોત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા-સુબિર, સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા-સુબિર, તેમજ અન્ય વિદ્યાર્થીઓ તેમજ શાળાના શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
સુબિર ખાતે યોજાયેલ મતદાર જાગૃતિ રેલીમાં વિદ્યાર્થીઓએ તેમજ શિક્ષકોએ હાટ બજારના લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી.