Valsad: વલસાડ તાલુકામાં લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં સખી મંડળની બહેનો પણ હર્ષોલ્લાસભેર જોડાઈ છે.
વલસાડ જિલ્લામાં વિવિધ સ્થળોએ મતદાન જાગૃતિ નું આયોજન કરાઈ રહ્યું છે ત્યારે સરોણ ગામમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ૪૦ જેટલી બહેનોએ રંગોળી સ્પર્ધાનું આયોજન કરી ‘‘મારો મત, મારો અધિકાર, લોકશાહીનો પર્વ અને મતદાન અવશ્ય કરીએ‘‘નો સંદેશ આપ્યો હતો સાથે મતદાન કરવા અંગે પ્રતિજ્ઞા પણ લીધી હતી.
આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજવામાં આવનાર છે. ત્યારે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સખી મંડળની બહેનો દ્વારા રંગોળી બનાવવામાં આવી હતી.