ગેસ ગ્રાહકો માટે મોટો આંચકો! 2 દિવસ પછી સબસિડી બંધ થવાનો ખતરો, આજે જ કરો e-KYC
ગેસ સિલિન્ડરના ગ્રાહકો માટે એક અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. જો તમે ઇન્ડેન (Indane Gas), એચપી ગેસ (HP Gas) કે ભારત ગેસ (Bharat Gas) ના ગ્રાહક છો, તો તમારે તુરંત ચેતી જવાની જરૂર છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપનીઓએ તેમના તમામ રસોઈ ગેસ ગ્રાહકો માટે બાયોમેટ્રિક આધાર ઈ-કેવાયસી (Aadhaar e-KYC) પૂર્ણ કરવું ફરજિયાત બનાવ્યું છે.
જો તમે હજુ સુધી આ પ્રક્રિયા પૂર્ણ નથી કરી, તો તમારી પાસે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. નિયત સમયમર્યાદા પૂરી થયા પછી ગ્રાહકોને સબસિડીવાળા ગેસ સિલિન્ડર મેળવવામાં મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

ઈ-કેવાયસી (e-KYC) ની છેલ્લી તારીખ કઈ છે?
અગાઉ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ઈ-કેવાયસી પૂર્ણ કરવા માટે ૧૬ ઓગસ્ટની ડેડલાઈન નક્કી કરવામાં આવી હતી. જોકે, ઓનલાઈન પોર્ટલ પર ભારે ટ્રાફિક, ગેસ એજન્સીઓ પર ગ્રાહકોની લાંબી લાઈનો અને ટેકનિકલ ખામીઓના કારણે હજારો ગ્રાહકો આ પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નહોતા.
ગ્રાહકોની આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને કંપનીઓએ ડેડલાઈન લંબાવીને ૨૩ ઓગસ્ટ કરી છે. તેથી, રસોઈ ગેસની સેવાઓ સીમલેસ (અવરોધ વગર) ચાલુ રાખવા માટે ૨૩ ઓગસ્ટ સુધીમાં ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી લેવી ખૂબ જ જરૂરી છે.
કોના માટે ફરજિયાત છે?
જે ગ્રાહકોએ હજુ સુધી એક પણ વાર આધાર વેરિફિકેશન કરાવ્યું નથી, ખાસ કરીને નોન-પીએમયુવાય (Non-PMUY – પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સિવાયના સામાન્ય ગ્રાહકો), તેમણે આ પ્રક્રિયા કરવી ફરજિયાત છે. જો તમે અગાઉ જ ઈ-કેવાયસી કરાવી લીધું હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી.
ઈ-કેવાયસી માટે કયા દસ્તાવેજો અને એપ્સ જરૂર પડશે?
ઈ-કેવાયસીની પ્રક્રિયા ઘરબેઠા મોબાઈલ દ્વારા જ ખૂબ જ સરળતાથી થઈ શકે છે. આ માટે તમારે ગેસ એજન્સીના ધક્કા ખાવાની જરૂર નથી. પ્રક્રિયા શરૂ કરતા પહેલા તમારી પાસે નીચે મુજબની બાબતો હોવી જરૂરી છે:
૧. તમારું આધાર કાર્ડ અને એલપીજી કનેક્શન સાથે લિંક થયેલો મોબાઈલ નંબર.
૨. ૧૭-અંકનો LPG કન્ઝ્યુમર આઈડી (Consumer ID).
૩. ફેશિયલ રેકોગ્નિશન માટે ગૂગલ પ્લે સ્ટોર પરથી ‘AadhaarFaceRD’ મોબાઈલ એપ.
૪. તમારી ગેસ કંપની મુજબની સત્તાવાર એપ:
ઇન્ડેન ગેસ માટે: IndianOil One App
ભારત ગેસ માટે: Hello BPCL App
એચપી ગેસ માટે: HP Pay App
ઘરે બેઠા મોબાઈલથી e-KYC કરવાની સરળ સ્ટેપ-બાય-સ્ટેપ રીત
જો ૨૩ ઓગસ્ટ સુધીમાં e-KYC નહીં થાય તો શું થશે?
જો ગ્રાહકો આપેલી સમયમર્યાદા સુધીમાં આધાર ઈ-કેવાયસી પૂર્ણ નહીં કરે, તો તેમને આર્થિક અને સેવાકીય નુકસાન સહન કરવું પડી શકે છે:
સબસિડી બંધ થશે: બેંક એકાઉન્ટમાં આવતી ગેસ સબસિડી જમા થવાની બંધ થઈ જશે.
કોમર્શિયલ ભાવ ચૂકવવા પડશે: ઘરગથ્થુ સબસિડી વાળા ભાવે સિલિન્ડર મળવાનું બંધ થશે અને ગ્રાહકોએ કમર્શિયલ દર (Commercial Rates) ચૂકવીને ગેસ બોટલ ખરીદવી પડશે.
એકાઉન્ટ બ્લોક કે સસ્પેન્ડ: કેટલીક ઓઇલ કંપનીઓ ઈ-કેવાયસી ન કરાવનાર ગ્રાહકોના કનેક્શન પ્રોસેસ પૂરી ન થાય ત્યાં સુધી અસ્થાયી રૂપે (Temporarily) સસ્પેન્ડ પણ કરી શકે છે.
જો તમે હજુ સુધી આ કામ પૂરું નથી કર્યું, તો આજે જ તમારા સ્માર્ટફોનની મદદથી માત્ર ૫ મિનિટમાં ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી લો.

