નવી દિલ્હીઃ ખબરો એવી છે કે ભારતીય ફાર્માસ્યુટિકલ્સ કંપની મેનફોર્સે એક નવા ‘અચારી’ ફ્લેવર કૉન્ડમ લોન્ચ કર્યા છે. કંપનીના ફેસબૂક પેજ મેનફોર્સ કૉન્ડમ્સ પર ગુરુવારે તેની એડ પોસ્ટ કરવામાં આવી છે.
મેનફોર્સના ટ્વિટર હેન્ડલ કે વેબસાઈટ પર આ કૉન્ડમ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. જણાવી દઈએ કે અથાણાના ફ્લેવરવાળા કૉન્ડમને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચાઓ થઈ રહી છે. મેનફોર્સે કંઈક અલગ કરવાનો ટ્રાય કર્યો તો લોકોએ પણ ખીર, બીયર જેવી વિચિત્ર-વિચિત્ર ફ્લેવરના કૉન્ડમ બનાવવાની ડિમાન્ડ કરી છે.