કપલના રીલેશનશિપ અંગે એક સવાલ હંમેશા કેન્દ્ર સ્થાને રહ્યો છે કે મહિલાઓ ઉંમરના ક્યા તબક્કે બેસ્ટ ઓર્ગેઝમ અનુભવે છે. તેના માટે અનેક સંશોધન પણ કરવામાં આવ્યા છે. ત્યારે તાજેતરમાં જ રજૂ કરવામાં આવેલ એક સર્વે અને તેના રીઝલ્ટ સાથે અનેક નિષ્ણાંતો સહમત થયા છે.
તમને એવું જ લાગશે કે આનો જવાબ તો યુવતિ જ હોવાની કેમ કે આ ઉંમરમાં હોર્મોન્સની માત્રા વધુ હોય છે. પરંતુ સર્વે પ્રમાણે નાની ઉંમરની યુવતિ કરતા મોટી ઉંમરની સ્ત્રી વધુ સારૂ અને લાંબુ ઓર્ગેઝમ અનુભવે છે. તેની પાછળના કારણ પણ તાર્કિક છે.
સર્વે મુજબ જે મહિલાઓ 36 વર્ષની ઉંમરની આસપાસ છે તેઓને યુવતિઓ કરતા વધુ અને લાબું ઓર્ગેઝમ અનુભવાય છે.
આ સર્વેમાં જુદી જુદૂ વયજૂથની 2600 જેટલી મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં 23થી લઈને 36 વર્ષની ઉંમરની મહિલાઓ સામેલ કરાઈ હતી. તેમને જાતીય સંતોષ, સેક્સની ક્વોલિટી અને ફ્રિક્વન્સી તથા તેમના ઓર્ગેઝમ અંગે સવાલ પૂછવામાં આવ્યા હતા.
રીઝલ્ટમાં જોવામાં આવ્યું 20 વર્ષની આસપાસની યુવતિઓમાં ઓર્ગેઝમની ફ્રિક્વન્સી વધુ જોવા મળી હતી પરંતુ 30થી વધુ વર્ષની ઉંમરની સ્ત્રીઓમાં ઓર્ગેઝમની ફ્રિક્વન્સી સાથે ક્વોલિટી પણ હાઈ હતી.
આવું થવા પાછળનું મુખ્ય કારણ એ છે કે નાની ઉંમરની યુવતિમાં હોર્મોન્સની માત્રા વધુ હોય છે પરંતુ તેમને ચોક્કસ ખબર નથી હોતી કે ક્યા અંગને સ્પર્શવાથી તેઓ વધુ ચરમોત્કર્ષ તરફ જઈ શકે છે. જ્યારે 30 વર્ષથી વધુની સ્ત્રીઓ પોતાના હાઈ ઓર્ગેઝમ સ્પોટ ઓળખી ચૂકી હોય છે અને તે જાણે છે કે તેમને શું જોઈએ છે.ઓર્ગેઝમનો સંબંધ ફીલ કરવાથી હોય છે માટે હોર્મોન્સની માત્રા કરતા કઈ રીતે ઓર્ગેઝમ વધુ મળે છે તેના આધારે લાંબા અને સફળ ઓર્ગેઝમની ક્વોલિટી નક્કી થાય છે. આ કારણે જ મોટી ઉંમરની સ્ત્રીઓ સંતોષજનક ઓર્ગેઝમ અનુભવી શકે છે.