ઑઇલી સ્કિન માટે બેસનનું ફેસ પેક
ઑઇલી સ્કિનથી છૂટકારો મેળવવા માટે તમે બેસનમાંથી બનતા આ ફેસપેકનો ઉપયોગ કરી શકો છો. બેસન ચેહરા પરથી વધારાનું તેલ શોષી લે છે અને તમને ઑઇલ-ફ્રી સ્કિન પ્રદાન કરે છે.
બેસન અને દહીનું ફેસપેક :-
દહીના એન્ટી-બેક્ટેરિયલ ગુણના કારણે ત્વચા સંક્રમણ મુક્ત થાય છે. તેના માટે થોડુક બેસન લઇને તેમાં 2 ચમચી દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર 20 થી 25 મિનિટ સુધી લગાવીને રાખો અને ત્યારબાદ સામાન્ય પાણીથી ધોઈ નાંખો.
બેસન અને દૂધ ફેસપેક :-
તૈલીય ત્વચાથી રાહત મેળવવા માટે આ ફેસપેક બનાવવું એકદમ સરળ છે. તેના માટે બેસનમાં થોડુક દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવીને અડધા કલાક સુધી સુકવવા દો અને ચહેરાને સામાન્ય પાણીથી ધોઇ નાંખો.. તેનાથી ચહેરાના ડાઘ-ધબ્બા દૂર થઇ જશે.
બેસન અને હળદર ફેસપેક :-
બેસન અને હળદર ફેસપેક ત્વચાથી વધારાનું તેલ કાઢવા ઉપરાંત સંક્રમણને પણ અટકાવે છે. તેના માટે બેસનમાં થોડીક હળદર અને પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાઓ અને સુકવવા દો. ત્યારબાદ પાણીથી ધોઇ નાંખો..