Benefits Of Hot Milk: દૂધને કમ્પ્લિટ ફૂડ કહેવામાં આવે છે અને મોટાભાગના આરોગ્ય નિષ્ણાતો દરરોજ એકથી બે ગ્લાસ દૂધ પીવાની ભલામણ કરે છે કારણ કે આ સુપરફૂડમાં તમામ પ્રકારના પોષક તત્વો મળી આવે છે જે આપણા શરીર માટે ફાયદાકારક છે. દૂધ દ્વારા આપણા શરીરને કેલ્શિયમ, પ્રોટીન, નેચરલ ફેટ, કેલરી, વિટામિન ડી, વિટામિન બી-2 અને પોટેશિયમ અને અન્ય ઘણા પોષક તત્વો મળી આવે છે. ગ્રેટર નોઈડાની જીઆઈએમએસ હોસ્પિટલમાં કામ કરતા પ્રખ્યાત ડાયટિશિયન આયુષી યાદવ (Ayushi Yadav) એ જણાવ્યું હતું કે, જો દૂધને ઠંડાની જગ્યાએ ઉકાળવામાં આવે તો તેના ન્યૂટ્રીશન વેલ્યૂમાં નોંધપાત્ર રીતે વધારો થાય છે.
દૂધને ઉકાળીને પીવાના ફાયદા
મરી જાય છે કીટાણુઓ
દૂધને ગરમ કર્યા પછી પીવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે દૂધમાં રહેલા હાનિકારક કીટાણુઓને મારી નાખે છે. આ પ્રક્રિયાને પાશ્ચરાઇઝેશન (Pasteurization) કહેવામાં આવે છે. આ સિવાય ગરમ દૂધ પીવાથી શરીરને વધુ એનર્જી મળે છે.
વજન ઘટાડવામાં અસરકારક
એક ગ્લાસ ગરમ દૂધ પીવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેથી તમે વધુ ખાવાનું ટાળો છો અને આ જ કારણ છે કે ઓછું આહાર લેવાથી તમારું વજન ધીમે ધીમે ઘટવા લાગે છે.
ઊંઘનો નહીં રહે અભાવ
દરેક વ્યક્તિએ રાત્રે એક ગ્લાસ ગરમ દૂધ અવશ્ય પીવું જોઈએ, તેનાથી શરીર અને મનને ઘણી રાહત મળે છે. આમ કરવાથી ઊંઘની ગુણવત્તા સુધરે છે જેથી બીજા દિવસે તમને થાક ન લાગે.
ઉલ્લેખનીય છે કે, દૂધ એક સંપૂર્ણ ફૂડ છે. ન્યૂટ્રિનિસ્ટ લોકોને દિવસમાં બે વખત દૂધ પીવાની સલાહ આપે છે. દૂધ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકરક છે. તેનું સેવન શરીરને તાજુ અને સ્વસ્થ રાખે છે. જો તેને શરૂઆતથી સેવન કરવામાં આવે તો હાડકાની તકલીફ નથી થતી. તેમાં પ્રોટિન, કેલ્શિયલ સહિતના પોષક તત્વો મળી આવે છે.