સવાલ : મારી ઉંમર ૨૮ વર્ષની છે. ફિઝિકલી ફિટ છું અને સેક્સની કોઈ સમસ્યા નથી. મારી વાઇફ પણ રંગીન મિજાજની છે એટલે અમે અવનવા પ્રયોગો કરીએ છીએ. ક્લાઇમૅક્સ વધારે એવાં સાધનો વસાવ્યાં છે. જોકે સેક્સલાઇફને વધુ મજબૂત કરે એવા ટૉનિકની શોધ કરું છું. એમાં ખાસ સફળતા નથી મળતી. અવનવી બ્રૅન્ડના નામે અઢળક પ્રોડક્ટ્સ હોય છે એટલે સમજાતું નથી કે કઈ લેવી ને કઈ નહીં. ઇન્ટરનેટ પર કામેચ્છા વધારે અને સેક્સલાસફ સુધારે એવી ખાદ્ય ચીજોની લાંબી યાદી હોય છે. અમે અમુક પ્રકારનાં ફળો, ચૉકલેટ અને વૅનિલા જેવી ચીજોનો પ્રયોગ કરી જોયો; પણ કંઈ વિશેષ કામોત્તેજક અનુભવ થયો નહીં. મને માર્ગદર્શન આપશો કે વધુ સારી રીતે સેક્સ માણી શકાય એ માટે કેવું સેક્સ-ટૉનિક લેવું?
જવાબ : સેક્સ-ટૉનિકની શોધખોળ અને એ વિશેની ચર્ચા માણસ જન્મ્યો ત્યારથી ચાલી આવી છે. મને એક વાત કહેશો કે વધુ સારી સેક્સલાઇફની તમારી વ્યાખ્યા શું છે? તમને સુંદર પત્ની મળી છે, કામેચ્છા સારી છે, ઉત્તેજના અને સંતોષ પણ મળે છે. તો હજી કયા કાલ્પનિક સુખની શોધમાં તમે ફરો છો?
લોકોની આવી કાલ્પનિક સુખની ઇચ્છાને કારણે જ બજારમાં મળતાં હર્બલ સેક્સ-ટૉનિકોનો રાફડો ફાટ્યો છે. સમસ્યા એ છે કે ટૉનિકરૂપે મળતી ગોળીઓના પૅકિંગ પર જે ઉત્તેજક ચિત્રો હોય છે એની અસર થઈ શકે, પણ ગોળીઓની નહીં. ખરેખર જો સેક્સલાઇફને વધુ એન્જૉયેબલ બનાવવી હોય તો એ માટે આકર્ષક અને અન્ડરસ્ટૅન્ડિંગ પાર્ટનર હોવો જરૂરી છે, જે ઑલરેડી તમારી પાસે છે.
હવે વાત છે કામશક્તિવર્ધક ચીજોની. તો એ માટે રોજ એક ચમચી ગાયના ઘીનું સેવન કરવાની હું સલાહ આપીશ. ગાયના ઘીથી મગજ શાંત થાય છે અને સ્ટ્રેસ ઘટે છે. ગાયના ઘીથી ઓવરઑલ શરીરને ફાયદો થાય છે. ગાયના ઘીનું નિયમિત સેવન કરવાથી કબજિયાત દૂર થાય છે. ગાયના ઘીથી કૉલેસ્ટરોલમાં વધારો નથી થતો અને માનસિક તાણ પણ ઓછી થાય છે જે માત્ર સેક્સલાઇફ માટે નહીં, ઓવરલઑલ હેલ્થમાં પણ ફાયદાકારક રહેશે.
યાદ રહે ગાયનું ઘી ખાવું, ભેંસનું નહીં; કારણ કે જે તાકાત આખલામાં હોય છે એ પાડામાં નથી હોતી. ગાયનું ઘી શુદ્ધ હોય એ પણ એટલું જ જરૂરી છે.