ખવાસ જ્ઞાતીના સંત શીરોમણી પુજય દેશળ ભગતની ૯પ મી નિર્વાણ તિથિનીનઉજવણી પોરબંદરમાં ભકિતભાવ સાથે કરવામાં આવી હતી. પોરબંદર-છાંયા સમસ્ત ખવાસ જ્ઞાતિ દ્વારા પુજય દેશળ દેવની ૯પમી નિર્વાણતિથિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંજના સમયે પુજય દેશળદેવની મહા આરતી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થીત રહ્યા હતા. અને ત્યારબાદ રાત્રીના સમયે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેનો લાભ જ્ઞાતિજનોએ લીધો હતો. પુજય દેશળદેવની નિર્વાણ તિથિની ઉજવણી પ્રસંગે જ્ઞાતિ ભવનના પહેલા માળે આવેલા દેશળદેવની ડાઇનીગ એરીયાનું નવિનીકરણ બાદ દાતાઓના હસ્તે ઉદધાટન કરવામાં આવ્યુ હતુ. કુવારીકાઓ દ્વારા દાતાઓે હેમેન્દ્રભાઇ એરડા, રાજુભાઇ એરડા,સ્વ.સિદિભાઈ ગોવિંદભાઈ સોઢા વતી પૂર્વે પ્રમુખ પોપટભાઈ દેસારી, હરેશભાઇ બક્ષી, નવનીતભાઇ પરમાર, નલીનભાઇ વારાને કુમકુમનુ તિલક કરવામાં આવ્યુ હતુ. ત્યાર બાદ દાતા અને તેમના પરિવારજનોના હસ્તે ડાઇનીગ એરીયાની સાથે વરરાજા રૂમનું ઉદધાટન કરવામાં આવ્યુ હતુ. ઉદઘાટન બાદ ડાઇનીગ એરીયા અને વરરાજા રૂમ માટે અનદાન આપનાર તમામ દાતાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં શબ્દોથી સ્વાગત રીધ્ધી એરડાએ કર્યુ હતુ. ત્યારબાદ જ્ઞાતિના પ્રમુખ વજુભાઇ એરડા , પૂર્વ પ્રમુખ પોપટભાઇ દેસારી, કરશનભાઇ ચૌહાણનના હસ્તે દાતાઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ. પોરબંદરના પૂર્વ ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા , પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કિરિટભાઇ મોઢવાડીયા નિવૃત્ત ડીવાયએસપી વી.એન. ચૌહાણના હસ્તે પણ દાતાઓને પણ સન્માનીત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બાબુભાઇ બોખીરીયાએ એવુ જણાવ્યુ હતુ કે જ્ઞાતિના સંગઠનથી અને સારાવિચારથી સમાજ વધુ મજબુત બને છે. પૂજય દેશળદેવની કૃષ્ણભકિતના કારણે વર્ષો બાદ પણ તેમની પૂજા કરવામાં આવે છે.
સંતના પગલે અને તેમના વિચારે ચાલીયે તો ધર્મ અને સમાજને એક નવી દીશા મળે છે. આ કાર્યક્રમમાં જ્ઞાતિના પ્રમુખ વજુભાઇ એરડાએ એવુ જણાવ્યુ હતુ કે પુજય દેશળદેવ અને દેવુભગતના આશિર્વાદથી જ્ઞાતિભવનનો વિકાસ થયો છે. તે સમગ્ર જ્ઞાતિજનોને આભારી છે. આ ઉપરાંત સમાજનું યુવા સંગઠન અને મહિલા મંડળની મહેનતથી સમાજના દરેક કાર્યો દિવડાની જેમ જગમગી ઉઠે છે. કાર્યક્રમના અંતમાં આભારવિધિ દિનેશભાઇ પરમારે કરી હતી. અને કાર્યક્રમનુ સંચાલન સચિનભાઇ એરડાએ કર્યુ હતું.
