ભારતીય ફૂડનો સ્વાદ દુનિયાભરના લોકોને દિવાના બનાવી રહ્યો છે. ભારતીય ભોજનને વિદેશમાં પણ લોકો પસંદ કરી રહ્યા છે. ટેસ્ટ એટલાસ અનુસાર, લોકોના મતોના આધારે વિશ્વના શ્રેષ્ઠ લેમ્બ ભોજનની યાદી તૈયાર કરવામાં આવી છે. ટોચની 50 શ્રેષ્ઠ રેટિંગવાળી વાનગીઓમાંથી બે ભારતીય છે. ભારતના રોગન જોશને 23મું સ્થાન અને ગલોટી કબાબને 26મું સ્થાન મળ્યું છે. આ યાદીમાં તુર્કીના ઈસ્કેન્ડર કબાબ અને કાઈગ કબાબને અનુક્રમે પ્રથમ અને બીજું સ્થાન મળ્યું છે.
Learn all about the best rated lamb dishes in the world: https://t.co/NAl1HggDns pic.twitter.com/w32km2nc0i
— TasteAtlas (@TasteAtlas) August 9, 2023