આંખો જોઇને માણસના મોતની ભવિષ્યવાણી કરી શકાય એ થોડું અજીબ લાગે છે પરંતુ વૈજ્ઞાનિકો આ દિશામાં સંશોધન કરી રહયા છે. હવે આંખોને સ્કેન કરીને મુત્યુની ભવિષવાણી જાણી શકાય તે અંગે શકયતા બતાવામાં કરવામાં આવી રહી છે. માહિતી મુજબ અમુક સંશોધકોએ દાવો કર્યો છે કે રેટિનાનો સ્ટડી એક વિંડોનું કામ કરશે જેના આધારે વ્યકિતના આરોગ્ય અંગે નજીકથી જાણી શકાશે.
આઇ રિસર્ચના સંશોધકોના જણાવ્યા પ્રમાણે એઆઇ અલ્ગોરિધમ લગભગ ૧૯૦૦૦ ફંડસ સ્કેનના પૃથ્થકરણ પછી રેટિનાની ઉંમરનું સટિક અનુમાન લગાવી શકાય છે. આ રેટિના કોઇ પણ વ્યકિતના મોતની ભવિષ્યવાણી કરવામાં મદદગાર સાબીત થઇ શકે છે. આ સ્ટડીમાં ભાગ લેનારા લોકો દ્વારા આપવામાં આવેલા નમૂનાઓ વડે ૧.૩૦ લાખથી વધુ રેટિના છબીઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું જેમાં ૪૦ થી ૬૯ વર્ષની ઉંમરના ૫ લાખથી વધુ લોકોના લાંબા રિસર્ચ ડેટાનો સમાવેશ થાય છે.