પ્રશ્નઃ મારી પત્નીને જાહેરમાં ઇન્ટિમેટ થવાનું પસંદ છે. સેક્સ માણતી વખતે તે પડદા પણ ખુલ્લા રાખવાનું પસંદ કરે છે. તે પડદા એવી રીતે ખુલ્લા રાખે છે. જેથી કોઇ ઇચ્છે તો અમારા રૂમમાં સરળતાથી જોઇ શકે છે. મેં તેને સમજાવવાની અનેક કોશિશ કરી પરંતુ તે સમજવા તૈયાર જ નથી. હું આ વાતથી એકદમ અનકમ્ફર્ટેબલ અનુભવું છું. તેનું કહેવું છે કે આવું કરવાથી તે ઉત્તેજના અનુભવે છે. હું જાણું છું કે સેક્સમાં પાર્ટનરની અંડરસ્ટેન્ડિંગ ખૂબ મહત્વની છે પરંતુ આ બાબતે અમારા વચ્ચે હંમેશા ઝઘડાઓ થાય છે. મારી આ સમસ્યાનો કોઇ ઉકેલ લાવવા વિનંતી.
જવાબઃ હું સમજું છું કે તમારી પત્નીને પબ્લિક પ્લેસમાં ઇન્ટિમેટ થવું પસંદ છે અને સેક્સ દરમિયાન પડદા પણ ખુલ્લા રાખવાનું પસંદ છે. જેથી તમને અનકમ્ફર્ટેબલ અનુભવો છો. એ પણ સાચું છે કે તમારે એકબીજાની જરૂરીયાતોને સમજવી જોઇએ. આ વિશે તમારા પાર્ટનર જોડે ખુલ્લા મને વાત કરવી જોઇએ અને સાથે મળીને એકબીજાની કમ્ફર્ટનું ધ્યાન રાખવું જોઇએ. જરૂર પડે તો જ્યારે તમે સેક્સ માણતા હો ત્યારે ટેલિવિઝન ચાલું રાખવું જોઇએ. તમારે પાર્ટનરને સમજાવવું જોઇએ કે જો કોઇ તમને ઇન્ટિમેટ થતાં જોઇ જાય તો તમારા માટે ડેન્જરસ સ્થિતિ પણ ઉભી થઇ શકે છે. ક્યારેક એવી પણ સ્થિતિ સર્જાય શકે છે જેથી બન્ને પર જોખમ આવી શકે છે. આ બાબતે તમારે રિલેશનશીપ કાઉન્સેલરની સલાહ લેવી જોઇએ.