હાર્ટ ફેલ્યોર (ખોટકાઈ જવું) સ્વાસ્થ્યને માટે ગંભીર ખતરો થઈ શકે છે, પરંતુ તે હાર્ટ એટેકથી વધારે ખતરનાક નથી. શરીરને જોઈતી માત્રાનું લોહી હાર્ટ પમ્પ પહોંચાડી ન શકે તે સ્થિતિને હાર્ટ ફેલ્યોર કહેવામાં આવે છે. હાર્ટ ફેલ્યોર હાર્ટ એટેક કરતાં વધારે ખતરનાક નથી કારણ કે તેનાથી કિડની, લિવર વગેરેને ખાસ નુકસાન થતું નથી. હાર્ટ ફેલ્યોરમાં હૃદય દ્વારા રક્તનું પરિભ્રમણ શરીરના અન્ય અવયવો સુધી બરાબર થતું નથી. રક્તપ્રવાહ જોઈએ તેના કરતાં ઘટી જાય છે, પરિણામે શરીરના મહત્વના અંગો જેવાકે કિડની, લિવર અને મસ્તિષ્ક ના કાર્ય પર પ્રભાવ પડે છે. જાણકારોનું કહેવું છે કે હાર્ટ ફેલ્યોર અને હાર્ટ એટેક એક જેવા નથી અને લોકોએ બંન્ને વચ્ચેનો ભેદ સમજવો જોઈએ.
હાર્ટ ફેલ્યોર એવી સ્થિતિ છે જેમાં હૃદયની રક્તને પમ્પ કરવાની ક્ષમતા ઘટી જાય છે. હાર્ટ એટેક બીજી અવસ્થા છે જેમાં કોરોનરી ધમનીમાં રક્તપ્રવાહ અવરોધાય છે. હૃદયની માંસપેશીઓને રક્તની આપૂર્તિ બંધ થઈ જાય છે અથવા ઘણી ઓછી થઈ જાય છે. નિષ્ણાતોના મંતવ્ય અનુસાર હૃદયમાં (૧) સિસ્ટોટોલિક હાર્ટ ફેલ્યોર અને (૨) ડાય સ્ટોલિક હાર્ટ ફેલ્યોર – એમ બે પ્રકારની ગરબડને કારણે હાર્ટ ફેલ્યોર થાય છે. સિસ્ટોલિક હાર્ટ ફેલ્યોર, હાર્ટ ફેલ્યોરનું સૌથી સામાન્ય કારણ છે. તે હૃદય નબળું પડવાથી કે કદમાં મોટું થવાથી તેમજ ડાબી બાજુની માંસપેશીઓમાં સંકોચવાની ક્ષમતા ઘટી જવાને કારણે થાય છે. જ્યારે ડાયસ્ટોલિક ફેલ્યોરમાં હૃદયની માંસપેશીઓ કઠણ થઈ જાય છે અને સંકોચવાની પોતાની ક્ષમતા ગુમાવી બેસે છે. હાર્ટ ફેલ્યોર કેટલીક સ્થિતિઓને લીધે થાય છે. આમાં હૃદયની માંસપેશીઓને નુકસાન, કોરોનરી, ધમનીનો રોગ (સીએડી), હાર્ટ એટેક, કાર્ડિયોમાયોપેથી (હૃદયની માંસપેશીની બીમારી) નો સમાવેશ થાય છે. હાર્ટ ફેલ્યોરનું મુખ્ય કારણ હૃદયને રક્ત પૂરું પાડનારી રક્ત નલિકાઓમાં અવરોધ ઉત્પન્ન થવાથી થાય છે. જેના પરિણામ સ્વરૂપ હાર્ટ એટેક અને હૃદયની માંસપેશીઓ નબળી પડી જાય છે. અજ્ઞાત કારણો થી કે ચેપ, ડ્રગ્સ, મધુપ્રમેહ વગેરેથી પણ થઈ શકે છે.લોહીનું ઊંચું દબાણ પણ હાર્ટ ફેલ્યોરનું એક પ્રમુખ કારણ પણ છે. હૃદયથી જોડાયેલી જન્મજાત સમસ્યાઓને લીધે પણ હાર્ટ ફેલ્યોર થઈ શકે છે. હૃદયની જન્મજાત સમસ્યાઓથી જન્મેલા બાળકોનો વિકાસ ઘણો ધીમો પડી જાય છે અને સમયવયસ્ક બાળકોની તુલનામાં તેઓ નાના રહી જાય છે. તેઓમાં આ સમસ્યા જીવન પર્યંત પણ રહી શકે છે. હાર્ટ ફેલ્યોરનું પ્રારંભિક લક્ષણ જોઈએ તો તેમાં થાક, શ્વાસ ચડે છે. આનાથી હરવું ફરવું, પગથિયાં ચડવા, સામાન ઊંચકવવાની રોજીંદી ગતિવિધિઓ પ્રભાવિત થાય છે.
શ્વાસ ચડવો, ખાંસી, શરીરના અવયવોમાં અધિક પ્રવાહીનું જમા થઈ જવું, થાક, ઉલટી, અપચો તથા હૃદયના ધબકારા વધી જવા વગેરે હાર્ટ ફેલ્યોરના ગંભીર સંકેતો છે. હાર્ટ ફેલ્યોરમાં, હૃદય ઝડપથી ધબકવા લાગે છે જેથી ગુમાવેલી ક્ષમતાને પૂરી કરવાની કોશિશ કરે છે પરિણામે શરીરના અંગોને પર્યાપ્ત માત્રામાં રક્ત પહોંચાડી શકાય. યોગ્ય ખાનપાન, રોજીંદી કસરત, તરણ, ફરવા જવું, પર્યાપ્ત ઊંઘ લેવી અને તાણથી દૂર રહીને હાર્ટ ફ્લ્યોરના ખતરાને રોકી શકાય છે. મધુપ્રમેહ (ડાયાબિટીશ) કે હાઈ બી.પી.ના દર્દીઓને વધારે સાવધાની રાખવી જોઈએ. આા લોકોએ નિયમિત દવાઓનું સેવન કરવું જોઈએ. હાર્ટ ફેલ્યોરનો અત્યાર સુધી કોઈ ઈલાજ નથી પરંતુ એક નબળા હૃદયને વધારે નબળું પડવાથી અટકાવવાનો ઉપાય છે. હાઈ બી.પી. પર નિયત્રંણ , ડોકટરની નિયમિત સલાહ સુચનાઓ, ધુમ્રપાન અને મધપાનનો ત્યાગ, યોગ્ય આહારની સાથે જીવન શૈલીમાં પરિવર્તન, દરરોજ વ્યાયામ જેવા કેટલાક ઉપાયો છે જે હાર્ટ ફેલ્યોર થીા બચાવે છે. હૃદયની બીમારીઓ સાથે જન્મેલા બાળકો માટે ખુશ ખબર છે. હવે તેઓનો ઈલાજ શક્ય છે. હૃદયની જન્મજાત બીમારીઓ (સીએચડી) નો ઈલાજ કરી શકાય છે અને બાળકો સામાન્ય જીવન જીવી શકે છે. બાળકોમાં સીએચડી ની સમયસર જાણ થવી મહત્વપૂર્ણ છે જેથી ડોકટર માતાપિતાને ઈલાજ સંબંધી સાચી સલાહ આપી શકે. હૃદયને પહોંચેલી ક્ષતિને અટકાવવા માટે ક્યારેક સર્જરી પણ કરવી પડે છે જેથી હૃદયની કાર્યપ્રણાલિમાં સુધારો થઈ શકે.