નિયમિત સેક્સ મહિલાઓની કિડની સ્ટોનની સમસ્યાને દૂર કરી શકે છે. એક સંશોધનમાં આ માહિતી બહાર આવી છે. અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે ત્રણથી ચાર અઠવાડિયા સુધી નિયમિત સેક્સથી મહિલાઓના કિડની સ્ટોનની સમસ્યા સંપૂર્ણ રીતે દૂર થઈ શકે છે અને પથરી સરળતાથી શરીરમાંથી બહાર નીકળી શકે છે.
કિડની સ્ટોનની સારવાર માટે ઘણી વખત દર્દીઓએ સર્જરી કે અન્ય થેરાપી કરાવવી પડે છે. પરંતુ હવે નિષ્ણાતો કહે છે કે સેક્સ અને ઓર્ગેઝમના કારણે શરીરમાંથી નીકળતું કેમિકલ પથ્થરને બહાર લાવવામાં મદદ કરે છે.
સંશોધનમાં આવી 70 મહિલાઓ શામેલ કરવામાં આવી હતી જે કિડની સ્ટોનની સમસ્યાથી પીડિત હતી. તેમાંના 50 ટકા સ્ત્રીઓને એક મહિના માટે અઠવાડિયામાં 3-4 વાર સેક્સ કરવાનું કહેવામાં આવ્યું હતું. જ્યારે બાકીની સ્ત્રીઓને આ સમયગાળા દરમિયાન સેક્સથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું હતું.
બે અઠવાડિયા પછી એવું જોવા મળ્યું કે 80 ટકા સ્ત્રીઓ જેઓ નિયમિત સેક્સ કરતી હતી તેમની કિડની સ્ટોનની સમસ્યા દૂર થઈ ગઈ હતી. આ અભ્યાસ તુર્કીની એક યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે. તેને આંતરરાષ્ટ્રીય યુરોલોજી અને નેફ્રોલોજી જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. અગાઉ કેટલાક અધ્યયનોમાં એવું પણ જાણવા મળ્યું હતું કે પુરુષો, જેઓ અઠવાડિયામાં 3થી 4 વાર સેક્સ કરે છે તેમને પણ કિડની સ્ટોનથી છુટકારો મેળવવામાં મદદ મળે છે.