વૈદિક જ્યોતિષમાં સૂર્યને ગ્રહોના રાજા કહેવામાં આવ્યા છે. જન્મકુંડલીમાં સૂર્ય બળવાન હોય તો જાતકે જીવનમાં ક્યારેય અસફળતાનો સામનો નથી કરવો પડતો. તેને જીવનમાં ભરપૂર માન-સન્માન, પ્રતિષ્ઠા અને સરકારી નોકરીમાં મોટું પદ હાંસલ થાય છે. એવા વ્યક્તિઓ પોતાના સુકર્મોના બળ પર સૂર્યની સમાન ચમકે છે, પરંતુ જો કુંડલીમાં સૂર્ય નબળો હોય તો વ્યક્તિએ અનેક અડચણોનો સામનો કરવો પડે છે. તે નાનામાં નાની સફળતા મેળવવા માટે પણ તરસતો રહે છે. ત્યારે જો તમારી કુંડલીમાં પણ સૂર્ય કમજોર હોય તો સૂર્યોદય પહેલા અહીં જણાવેલ ઉપાય કરવાથી તમારી કિસ્મત પણ ચમકી ઉઠશે.
રવિવારે અજમાવો આ ત્રણ ઉપાય, થશે ધન વર્ષા
જન્મકુંડલીમાં સૂર્યનો પ્રભાવ
સૂર્ય જો જન્મકુંડલીમાં અશુભ પ્રભાવ પાડી રહ્યો હોય. તમારા જીવનમાં પ્રગતિનો પંથ નથી દેખાઈ રહ્યો. અન્યો માટે ઘણું બધું કરવા છતાં તમને માન-સન્માન, પદ-પ્રતિષ્ઠા હાંસલ નથી થતા તો કોઈપણ રવિવારે સૂર્યોદય સમયે નહાતી વખતે પાણીમાં લાલ ચંદન, કેસર અને થોડા ચોખા નાખવા અને ‘ॐ ધૃણિઃ સૂર્યાય નમઃ’ મંત્રનો જાપ કરતાં કરતાં સ્નાન કરવું. આ પ્રયોગ દર રવિવારે કરવો.
રવિવારે અજમાવો આ ત્રણ ઉપાય, થશે ધન વર્ષા
આ લાભ મળશે
જો તમે સતત આ પ્રયોગ 51 રવિવાર એટલે કે એક વર્ષ સુધી કરશો તો ક્યારેય કોઈપણ કાર્યમાં અસફળ નહીં થાઓ. નોકરીમાં પ્રગતિ થશે.
માન-સન્માનમાં કમી અનુભવી રહ્યા હોવ તો આ પ્રયોગ સતત 31 રવિવાર સુધી કરો. જેનાથી પરિવાર અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા જળવાઈ રહેશે.
સૂર્ય કમજોર હોવાના કારણે નેત્ર રોગ થાય છે. જો તમને પણ કોઈ પ્રકારના નેત્ર રોગ હોય તો 27 રવિવાર સુધી આ પ્રયોગ કરવો.
આર્થિક સ્થિતિમાં મજબૂતી માટે 31 રવિવાર સુધી આ પ્રયોગ કરો અને સ્નાન બાદ તાંબાના લોટાથી સૂર્યને અર્ધ્ય આપો.
રવિવારે અજમાવો આ ત્રણ ઉપાય, થશે ધન વર્ષા
વાસ્તુદોષ દૂર કરવા માટે આ ટિપ્સ અપનાવો
દરેક રવિવારે સૂર્ય યંત્ર પર લાલ ચંદન અર્પણ કરવાથી કુંડલીના સમસ્ત ગ્રહ દોષ સમાપ્ત થઈ જાય છે.
ઘરના પૂર્વ ભાગમાં તાંબાનુ સૂર્ય યંત્ર સ્થાપિત કરવાથી વાસ્તુદોષ સમાપ્ત થઈ જાય છે.
જો કોઈ પ્રકારના ત્વચા રોગથી પરેશાન હોવ તો રવિવારે મીઠા વિનાનો ખોરાક લેવો.
સૂર્યની મજબૂતી માટે સવા પંચ કેરેટનો માણિક સોનાની અંગૂઠીમાં રવિવારે ધારણ કરવી.
લગ્ન ન થઈ શકતા હોય તો રવિવારે સવા કિલો ઘઉંમાં લાલ ચંદન અને તાંબાના ચોરસ ટૂકડા રાખીને ગરીબોને દાન કરો.