લીંબુનો ઉપયોગ સ્કીન માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે લીંબુના ઉપયોગથી ત્વચાનો રંગ નિખરે છે અને ડાઘ જેવી સમસ્યાઓથી રાહત મળે છે. પરંતુ, દરેક સિક્કાની બે બાજુ હોય છે. જો લીંબુનો ઉપયોગ ફાયદાકારક છે, તો તે ઘણી આડઅસર પણ કરી શકે છે. જે જાણ્યા પછી તમને લીંબુનો ઉપયોગ કરવો ભારે લાગી શકે છે.લીંબુ એક સાઇટ્રસ ફ્રુટ છે. સાઇટ્રસ એસિડનો એક પ્રકાર છે. જેનો વધુ પડતો ઉપયોગ સ્કીન માટે જોખમી પણ સાબિત થઈ શકે છે. લીંબુના ઉપયોગથી સ્કીન પર બળતરા, ખંજવાળ અને ફોલ્લીઓ સૌથી સામાન્ય સમસ્યાઓ છે. લીંબુમાં ઘણા બધા એસિડ હોય છે, જે તમારી સ્કીન માટે જોખમી હોઈ શકે છે. લીંબુને સ્કીન પર લગાવવાથી ત્વચામાં શુષ્કતા અને લાલાશ જેવી સમસ્યાઓ થાય છે. તેથી જો તમારી સ્કીન સેન્સેટિવ હોય, તો સ્કીન પર લીંબુનો ઉપયોગ કરવાનું ટાળો. લીંબુ જેવા ખાટાં ફળોને ત્વચા પર લગાવ્યા પછી જ્યારે અલ્ટ્રાવાયોલેટ કિરણોનો સંપર્ક કરવામાં આવે ત્યારે તમને ફાઇટોફોટોડર્મેટાઇટિસ સ્કિન રિએક્શન થઇ શકે છે. આ સ્કીન પર લાલાશ, સોજો અને ફોલ્લીઓનું કારણ બની શકે છે. જ્યારે આપણે સ્કીન પર લીંબુનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે તે સનબર્નનું જોખમ વધારે છે. જો તમે ક્યાંક બહાર જવાનું વિચારી રહ્યા છો, તો પછી થોડા દિવસો પહેલાં અથવા સતત લીંબુનો ઉપયોગ ન કરો. તે તમારી સ્કીન માટે હાનિકારક હોઈ શકે છે. તમે કેટલાક લોકોની સ્કીન પર સફેદ અને મોટા ડાઘ જોયા હશે. આ સ્કીન કંડીશનને લ્યુકોડર્મા અથવા વિટિલિગો કહેવામાં આવે છે. સ્કીનમાં મેલાનિનનું પ્રમાણ ઓછું હોવાને કારણે સ્કીન સફેદ થવા લાગે છે. જ્યારે લોકો સ્કીન પર ડાઘ દૂર કરવા માટે લીંબુનો ઉપયોગ કરે છે, ત્યારે તે મેલાનિનનું સ્તર ઘટાડી શકે છે.
