Home remedies for snoring: નસકોરાથી પરેશાન છો? આ સરળ ઘરેલુ ઉપાય અજમાવો અને ઊંઘને બનાવો શાંતિમય
Home remedies for snoring: સૂતી વખતે નસકોરા બોલવાની આદત માત્ર સમસ્યાગ્રસ્ત વ્યક્તિ માટે નહીં, પરંતુ સાથે સૂતા વ્યક્તિ માટે પણ ઘણી મુશ્કેલીભરી હોય છે. ઘણીવાર તો નસકોરાં એટલાં વધુ તીવ્ર હોય કે ઊંઘમાં વારંવાર ખલેલ પડે છે. જો તમારા ઘરમાં પણ કોઈ નસકોરાં બોલે છે તો ચિંતા કરવાની જરૂર નથી – કેટલાક અસરકારક અને સરળ ઘરેલું ઉપાયો દ્વારા આ તકલીફમાંથી છૂટકારો મળી શકે છે.
1. ઘીથી નાકમાં આરામ
દાદી-નાનીના નુસ્ખા મુજબ ઘી ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. ઊંઘવા જતાં પહેલાં ઘી થોડું ગરમ કરીને તેના બે ટીપાં નાકમાં નાખો. આ રીત નાકની અંદરની સુકાઈને દૂર કરીને શ્વાસનળીમાં સાફ પ્રવાહ લાવવામાં સહાયક બને છે. બ્રાહ્મી જેવી ઔષધિઓ સાથે ઘી ઉકાળી નાકમાં નાખવાથી વધુ અસરકારક પરિણામ મળતું હોય છે.
2. ઓલિવ ઓઈલ થેરાપી
‘ઓલિવ તેલનું સેવન કરવું નસકોરાની સમસ્યાને ઘટાડવામાં ખૂબ ફાયદાકારક છે. સૂતી વખતે એક ચમચી ઓલિવ ઓઈલ પીવાથી નાક અને ગળાની મસલ્સ મજબૂત બને છે અને અવરોધ ઓછો થાય છે. જેના કારણે નસકોરાંનું પ્રમાણ ઘટી શકે છે.
3. નાકની સફાઈ અનિવાર્ય
નસકોરાંનું એક મોટુ કારણ એ પણ હોઈ શકે છે કે નાકમાં મ્યુકસ (શ્લેષ્મા) વધુ જમા થઈ ગઈ હોય. આવા સમયે ઘરમાં જ બનાવેલ ઉકાળેલું ખારું પાણી એટલે કે સલાઈન વોટરથી નાક ધોવું, નાકના અવરોધ દૂર કરી શકે છે. આ રીત શ્વાસ લેવાનો માર્ગ ખુલ્લો રાખે છે.
4. યોગ્ય સ્થિતિમાં ઊંઘો
પીઠ પર સૂવાથી જીભ પાછળ ખસી જાય છે અને શ્વાસની નળી બંધ થવા લાગે છે, જેના કારણે નસકોરાં વધે છે. એક તરફ પડખે સૂવાથી હવામાં અવરોધ ઊભો થતો નથી અને શ્વાસ સરળતાથી લેવામાં આવે છે. તેથી જો શક્ય હોય તો પીઠના બદલે એક બાજુ પડીને સૂવો.
નસકોરાં કોઈ ગંભીર બીમારીનો સંકેત નથી, પરંતુ તે તમારા પાર્ટનરની ઊંઘ અને સ્વાસ્થ્ય બંને માટે ખલેલકારક બની શકે છે. ઘરેલું ઉપાયો દ્વારા તેને નિયંત્રિત કરી શકાય છે. જો સમસ્યા સતત રહે તો તબીબી સલાહ લેવી જરૂરી બને છે. હાલ માટે આ ઉપાયો અજમાવો અને દરેક રાતે શાંતિથી ઊંઘો.