શિયાળો એ બધી ઋતુઓમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે સરસ તાજા શાકભાજી, ખુશનુમા વાતાવરણ એ સૌને સ્ફૂર્તિમાં રાખે છે પરંતુ એવા કેટલાક લોકો પણ છે જેમના માટે શિયાળો તાકલીફો લઇ ને આવે છે શિયાળામાં ઘણા લોકો સામાન્ય શરદીથી લઈને બ્રેઈન સ્ટ્રોક અને હાર્ટ એટેક સુધીના રોગો અને ચેપનો ભોગ બને છે. આ સમસ્યાઓમાં સૌથી મોટી સમસ્યા શ્વાસ લેવામાં તકલીફ છે. જો તમે પણ અવારનવાર આ સમસ્યાથી પરેશાન છો તો જાણો તેના કારણો અને તેનાથી બચવાના ઉપાયો
જો તમને પણ આ સીજન માં શ્વાસ લેવામાં તકલીફ થાય છે તો તેનું કારણ ઠંડા પવનો હોઈ શકે છે જેના કારણે આપણા શ્વસન માર્ગમાં પ્રવાહીનું સ્તર ખૂબ જ ઝડપથી નષ્ટ થવા લાગે છે જેના કારણે ગળામાં દુખાવો અને સોજો આવી જાય છે. આ સાથે જ શિયાળામાં મ્યુક્સ એટલે કે લાળનું ઉત્પાદન પણ ખૂબ જ ઝડપથી ઘટી જાય છે માટે ગળાને રક્ષણ પૂરું પડે તે માટે માસ્ક પહેરવું જોઈએ
શિયાળાની ઋતુમાં તમારા કપડાની કાળજી અવશ્ય લો, કારણ કે ઠંડા પવનને કારણે શરીરનું તાપમાન ઘટી જાય છે. ઉદાહરણ તરીકે, જો તમે શિયાળામાં બહાર જતા હોવ તો ફુલ સ્લીવના વૂલન કપડાં પહેરો અને મોજા પહેરો. શરીરનું સામાન્ય તાપમાન જાળવો.
બીજું કે પર્યાવરણ ચોક્કસપણે આપણા શરીરને અસર કરે છે. આપણને આપણી જીવનશૈલીમાં બદલાવ લાવવા સુચવે છે જેમ કે ધૂમ્રપાન.. ધુમ્રપાન કરવાથી શ્વાસ સંબધિત સમસ્યા થાય છે આ સાથે ધૂળની એલર્જી હોય તો તેના થી પણ દુર રહો ,જંતુનાશક સ્પ્રે નો ઉપયોગ પણ ટાળો
સ્વસ્થ જીવન જીવવા માટે સ્વસ્થ જીવનશૈલી અપનાવવી એ તમારા માટે તેમજ તમારા પરિવાર માટે ફાયદાકારક છે.
દરરોજ સ્વસ્થ અને ઘરે રાંધેલો ખોરાક ખાઓ.
રોજ યોગ અને કસરત કરો .
શ્વસન સંબંધી કોઈપણ પ્રકારના ચેપથી બચો.
ટેન્શન મુક્ત રહો
જો શ્વાસ સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યા વધવા લાગે છે તો નિષ્ણાત ડોક્ટરની સલાહ લો