જો બ્રેકઅપ બાદ પણ તમે તમારા એક્સને મિસ કરી રહ્યાં હોવ, બીજાને ડેટ કર્યા બાદ પણ તમને તમારા એક્સની યાદ આવતી હોય અને હવે તમે તમારા જીવનમાં તેને ફરીથી મેળવવા માગતાં હોવ તો તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે. પોતાના સંબંધને બીજી તક આપવા ઉતાવળમાં કોઈ ભૂલ ન થાય તે જરૂરી છે. સંપૂર્ણ સાવધાની અને આત્મવિશ્વાસ સાથે ફરી પ્રયાસ કરો, બની શકે કે તમે ફરીથી તમારા એક્સનું મન જીતવામાં સફળ થઈ જાવ…
બ્રેકઅપના તુરંત બાદ તમારા એક્સ સાથે કૉન્ટેક્ટ ન કરો. એકબીજાને થોડો સમય આપો, જેથી બંને પાર્ટનર પોતાની ભાવનાઓ વિશે વિચારી શકે. કમસે કમ બેથી ચાર અઠવાડિયાંનો બ્રેક લો. ન કોઈ કૉલ, ન વ્હોટ્સએપ, ન મેસેજ, કશું જ નહિ. આવું કરવાથી તમને મહેસૂસ થશે કે, તમે બંને એકબીજા માટે કેટલું મહત્ત્વ ધરાવો છો.
પોતાના સંબંધોને થોડા દિવસોનો બ્રેક આપ્યા બાદ તમે ધારો તો કોઈ સ્પેશિયલ મોમેન્ટની યાદ અપાવી એક્સને કોઈ પ્રેમભર્યો મેસેજ મોકલી શકો છો. તેને તેના ખબરઅંતર પૂછો. જો તમારી જેમ તે પણ તમને મિસ કરે તો તે તમારા મેસેજનો જવાબ જરૂર આપશે.
પોતાના એક્સ સાથે કેટલોક સમય પસાર કરવાનો અને જૂના દિવસોની યાદ તાજી કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે, કૉમન ફ્રેન્ડ્સને મળવું. એવા મિત્રો કે જેમની સાથે બંનેને સારું બનતું હોય, તેમના સાથે ગેટ-ટુગેધર પ્લાન કરો.
જો તમને તમારા પ્રયાસનું પહેલું પૉઝિટિવ રિજલ્ટ મળી ગયું હોય તો તેનો મતલબ એ નથી કે તમારે ઉતાવળ કરવી જોઈએ. ધીમે ધીમે અને સમજી વિચારીને ડગલું ભરો. પોતાના એક્સને એ વાતનો અહેસાસ ન કરાવો કે તમે ડેસ્પરેટ છો.
પોતાના એક્સ સામે રડવાની મનાઈ છે. આમ કરવાની તમે તમારી નબળાઈ બતાવી રહ્યા છો અને સામેની વ્યક્તિ તેનો ફાયદો ઉઠાવી શકે છો. જો તે તમારી પર તરસ ખાઈને પાછો આવી પણ જાય તો તે તમને ફરીથી છોડી શકે છે. આથી પોતે મજબૂત બનો.
બ્રેકઅપ બાદ સોશિયલ મીડિયા પર નિરાશાજનક પોસ્ટ્સ કે તસવીરો ન મૂકશો. મિત્રો સાથે એન્જોય કરતી ખુશનુમા તસવીરો પોસ્ટ કરો. પોતાના એક્સને અહેસાસ અપાવો કે તેના વિના પણ તમે ખુશ છો. આમ કરવાથી તે અસુરક્ષિત મહેસૂસ કરશે અને પોતાના નિર્ણય પર ફરી વિચાર કરવા મજબૂર બનશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.