ત્વચાને સ્વસ્થ રાખવા માટે શરીરમાં તમામ પોષક તત્વોનું હોવું અનિવાર્ય છે. કોઈ પણ પોષક તત્વોની ઉણપ તમારી ત્વચાની ચમક છીનવી શકે છે. આપણે ઘણીવાર આ આવશ્યક પોષક તત્વોમાં વિટામીન-ઇ સામેલ કરવાનું ભૂલી જઈએ છીએ. જે આપણી ત્વચાની ચમક અને પોષણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિટામીન-ઇએ ચરબીમાં દ્રાવ્ય વિટામિન છે, જે એન્ટી-ઓક્સિડન્ટ પણ છે. તે ત્વચાના કોષોને થતા નુકસાનને અટકાવે છે. આથી,ચમકતી અને હેલ્ધી ત્વચા માટે શરીરમાં વિટામીન-ઇની ઉણપ ન રહે તે જરૂરી છે. કેટલાક ખાદ્યપદાર્થોમાં વિટામીન-ઇ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે તમારી ત્વચા માટે ખૂબ ફાયદાકારક બની શકે છે. તો ચાલો જાણીએ કે કયા ખાદ્યપદાર્થોમાં વિટામીન-ઇ ભરપૂર માત્રામાં જોવા મળે છે?
બદામ
બદામમાં હેલ્ધી ફેટ્સ અને વિટામીન-ઇ જોવા મળે છે. તેનાથી ત્વચાની શુષ્કતા ઓછી થાય છે. જેથી ત્વચા શુષ્ક અને ખેંચાયેલી દેખાતી નથી. ઉપરાંત, એન્ટી-ઓક્સિડન્ટ્સથી ભરપૂર હોવાને કારણે, તે તમને તમારા શરીરમાં ફ્રી રેડિકલ નુકસાનથી બચાવે છે. તે યુવી કિરણોને કારણે થતા નુકસાનને ઘટાડવામાં પણ મદદરૂપ છે.
એવોકાડો
એવોકાડોમાં વિટામીન-ઇની સાથે અન્ય ઘણા વિટામિન્સ અને મિનરલ્સ પણ મળી આવે છે. તેમાં વૃદ્ધત્વ વિરોધી ગુણધર્મો પણ હોય છે, જે કરચલીઓ અને ફાઇન લાઇન્સને રોકવામાં મદદ કરે છે. તે ત્વચાના અસમાન ટોનથી રાહત આપવામાં પણ મદદ કરે છે.
મગફળી
મગફળી વિટામીન-ઇથી ભરપૂર હોવા માટે જાણીતી છે. તે ચેપ પેદા કરતા બેક્ટેરિયા સામે લડવામાં પણ મદદ કરે છે અને ત્વચાને શુષ્ક થવાથી અટકાવે છે. તેથી, મગફળી ખીલ સામે લડવામાં ખૂબ જ લાભદાયી બની રહે છે.
બ્રોકોલી
બ્રોકોલીમાં ભરપૂર માત્રામાં વિટામિન-ઈ અને એન્ટી-ઓક્સિડેન્ટ જોવા મળે છે. જે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સિવાય તેમાં વિટામિન એ, ઝિંક અને ફાઈબર પણ મળી આવે છે. જે આંતરડાને સ્વસ્થ રાખીને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે.
પાલક
પાલકમાં વિટામીન-ઇની સાથે અન્ય ઘણા પોષક તત્વો જેવા કે વિટામીન C, વિટામીન A, આયર્ન, કેલ્શિયમ અને વિટામીન K જોવા મળે છે. વિટામીન-ઈને કારણે તે ફાઈનલાઈન ઘટાડવામાં મદદ કરે છે અને વિટામિન-એ સેલ ટર્નઓવરમાં મદદરૂપ થાય છે. તેથી પાલક ખાવી તમારી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.