ઓનલાઇન પોર્ન જોનારા વ્યક્તિઓએ નજીકના ભવિષ્યમાં જ આવા વીડિયો જોવા માટે પોતાની ઉંમરનું વેરિફિકેશન કરાવવું પડશે. આ માટે વ્યક્તિની સેન્સેટિવ માહિતી લેવામાં આવશે. વિશ્વમાં પોર્નોગ્રાફી પ્રત્યે નાની વયના બાળકોમાં વધી રહેલા ક્રેઝને લઈને આ પગલું ભરવામાં આવી શકે છે.
અગ્રણી પોર્ન વેબાસાઈટ પોર્નહબની પેરેન્ટ કંપની માઇન્ડગ્રીકના હવાલેથી આ માહિતી જાહેર કરી હતી. તેમના જણવ્યા પ્રમાણે પોર્ન વેબસાઇટ પર આવતા યુઝર્સનું એજ વેરિફિકેશન કરવા માટે તેમના ક્રેડિટ કાર્ડનો ડેટા માગવામાં આવશે. કેમ કે સામાન્ય રીતે 18 વર્ષના થયા બાદ જ ક્રેડિટ કાર્ડ ઇશ્યુ કરવામાં આવતું હોય છે.પોર્ન વેબસાઇટ જોનારાઓ નાની ઉમરનાં નથી તે વાતની ખાસ તકેદારી રાખવામાં આવશે
જોકે આ સાથે જ સામાજીક કાર્યકર્તાઓ એવો પણ ભય વ્યક્ત કરી રહ્યા છે કે આ સ્થિતિમાં જો પોર્ન વેબસાઇટ હેક કરવામાં આવશે તો લોકોની અંગત માહિતીની સાથોસાથ નાંણાકીય માહિતી પણ હેકર્સ સુધી પહોંચી જશે. જેમ કે થોડા સમય પહેલા જાણિતી પોર્ન વેબસાઇટ Ashley Madison હેક થતા ક્યા યુઝર્સે કઈ ક્લિપ જોઈ છે તેની માહિતી લીક થઈ હતી.