અનેક કપલ્સને લગ્ન બાદ આવતી જવાબદારીઓના બોજને કારણે સેક્સ માણવાનો સમય મળતો નથી. એટલું જ નહી પરંતુ ઘણાને સેક્સ પ્રત્યેનો રસ ઓછો થઇ જતો હોય છે. એક સરવે અનુસાર, દેશમાં 4 કરોડ લોકો પરણિત હોવા છતાં મહિનાઓ સુધી સેક્સ માણતા નથી. આખરે ક્યા કારણોસર લોકો સેક્સ માણતા નથી? સેક્સ ન માણવા પાછળની સમસ્યા શું છે તેને લઇને અહીં ચર્ચા કરવામાં આવી છે. આજની ઝડપી લાઇફમાં લોકોને પોતાના પાર્ટનર સાથે સમય પસાર કરવાનો સમય મળતો નથી. એવામાં સાંજે ઓફિસમાં કામ કરીને પુરુષ ઘરે આવે છે ત્યારે તે ખૂબ થાકી ગયો હોય છે. એવી જ રીતે મહિલાઓ પણ આખો દિવસ ઘરે કામ કરીને થાકી જતી હોય છે. નોકરી કરતી મહિલાઓના હાલ પણ પુરુષ જેવા જ હોય છે. તે ફક્ત ઉંઘવાનું જ વિચારી રહ્યો હોય છે. જેથી મોટાભાગના લોકો સાંજે પથારીમાં પડ્યા બાદ રોમાન્સને બદલે તરત જ સૂઇ જાય છે. પરંતુ જરૂરી નથી કે સેકસ રાત્રે જ કરી શકાય છે. તમે સવારે ઉઠતાની સાથે ફ્રેશ મૂડમાં પણ સેક્સ કરી શકો છો. તે સિવાય રજાના દિવસોમાં પણ એકાંત માણી શકો છો. અનેક કપલ્સના જીવનમાં તણાવ ખૂબ મોટો અવરોધ બનતો હોય છે. તે સેક્સની ઇચ્છાને ઓછી કરી દે છે. આવામાં જ્યારે કોઈ તમને સ્પર્શે છે ત્યારે તમે ગભરામણ અને ચીડિયાપણું અનુભવો છો. જેથી તણાવ દૂર કરવાનો સૌથી સારો ઉપાય કપલ મસાજ છે. તમે એકબીજાને મસાજ કરી રિલેક્સ કરી શકો છો. મસાજ બાદ બ્લડ ફ્લો વધવાની સાથે તણાવ ઓછો થાય છે અને તમે સારું ફીલ કરશો, જેથી સેક્સમાં તમારી રુચિ વધશે. દરરોજ એક જ જગ્યા અને એક પોઝિશનમાં સેક્સ કરીને પણ કપલ્સ કંટાળી જતા હોય છે. તેમની સેક્સલાઇફ રુટિન જેવી બની જાય છે, જેથી લોકોને કંટાળો આવે છે. આવી સમસ્યાના ઉકેલ માટે તમે પાર્ટનરને સરપ્રાઇઝ કરવાના નવા નવા ઉપાયો શોધો. દિવસના સમયે પાર્ટનરને નૉટી મેસેજ મોકલો. જેથી તમારી સેક્સ લાઇફની સાથે સંબંધોમાં પણ નવીનતા આવે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.