શોપિંગ કરવાનું નામ પડે એટલે ચેહેરા પર રોનક આવી જાય છે. આપણામાંથી મોટા ભાગના લોકો શોપિંગના શોખીન હોય છે. કોઈને કોઈ કારણે ક્યારેક જરૂરિયાત તો ક્યારેક શોખથી આપણે શોપિંગ કરીયે છીએ. હવે તો આપણી પાસે શોપિંગ માટે ઓનલાઈન ઓપશન પણ છે. શોપિંગ માટે ફેસ્ટિવલ સીઝન બેસ્ટ મનાય છે. આ દરમિયાન ઑફલાઈન અને ઑનલાઈન ખૂબ ઑફર્સની ભરમાર હોય છે. આવામાં ઘણીવાર કંપનીઓ તમને આકર્ષિત કરવા માટે એવી વાતો જાહેરાતમાં લખી દે છે, જે વિશે તમને પ્રોડક્ટ ખરીદ્યા બાદ ખબર પડે છે. આવો તમને જણાવીએ કે કેવી રીતે તમે ઓનલાઈન શોપિંગ કરતી વખતે છેતરપિંડીથી બચી શકો છો.
ઓનલાઈન શોપિંગ કરતી વખતે ભારે-ભરખમ ડિસ્કાઉંટના ઓફરવાળી જાહેરાતો તમને અખબારમાં ખૂબ જોવા મળતી હશે. હવે તે સામાન્ય વાત છે. અવારનવાર આપણે લોકો પણ જે બ્રાન્ડ વધુ ડિસ્કાઉંટ આપે છે તેમની તરફ આકર્ષિત થાય છે. આવી જાહેરાતોમાં કેટલીક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પહેલી, ડિસ્કાઉંટ કોઈ ખાસ ડેબિટ કે ક્રેડિટ કાર્ડ પર તો નથી ને? બીજી, ડિસ્કાઉંટ માત્ર સિલેક્ટેડ પ્રૉડક્ટ્સ પર તો નથી ને? ઘણીવાર એવું પણ જોવા મળે છે કે આઉટડેટેડ વસ્તુઓ પર વધુ ડિસ્કાઉંટ મળે છે.
ઘણીવાર પ્રૉડક્ટ્સ પર કોઈ ખાસ ડિસ્કાઉંટ નથી હોતું, પરંતુ એક્સચેન્જ ઑફર હોય છે. આ ઑફર તમને જૂના ડિવાઈસ બદલે મોટી રકમની છૂટ બતાવે છે, પરંતુ જ્યારે તમે શૉપિંગ શરુ કરો છો ત્યારે ખબર પડે છે કે જૂના પ્રૉડક્ટના ઘણા ઓછા ભાવ મળી રહ્યા છે.
ફ્લાઈટ ટિકિટને લઈને તમારી પાસે અવારનવાર ઈમેઈલ આવતા હશે, જેમા 1000 કે 2000 રુપિયામાં મુસાફરી કરવાની તક આપવાની વાત હોય છે. આવી જાહેરાતોમાં હંમેશા અડધી વાત જ કરવામાં આવે છે. ઘણા સંજોગોમાં આ ડિસ્કાઉંટ માત્ર બેઝ ફેર પર જ હોય છે. આ બાદ લાગતા તમામ ટેક્સીસ પર આવી કોઈ ઓફર હોતી નથી. ઘણીવાર તો સસ્તી ટિકિટ નૉન રિફંડેબલ પણ હોય છે.
માટે એક વખત ઓર્ડર આપતા પહેલા પ્રોડક્ટ વિષે ખુબજ ધ્યાનથી જોય પછી જ ઓર્ડર આપવો। લલચામણી કે લોભામણી જાહેરાતોથી બચવું ફ્રી મળશે કે સસ્તું મળશે તેવું વિચારી ખરીદી ન કરવી