વધુ ધનની પ્રાપ્તી કરવા માટે વાસ્તુશાસ્ત્રમાં ઘણા ઉપાયા બતાવવામાં આવ્યા છે. જેને અનુસરીને આપણે અનેક કાર્યોમાં સફળતા મેળવી શકીએ છીએ આજે અમે તમને તેવો ઉપાય બતાવવા જઇ રહ્યા છીએ જેનાથી તમને અચૂક ફાયદો થશે. જે હાથીથી જોડાયેલો છે. આ મનુષ્યના દુર્ભાગ્યને સૌભાગ્યમાંં બદલી શકે છે. તો આવો જાણીએ ભગવાન ગણેશના પ્રતીક હાથી થી જોડાયોલા ઉપાય.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં ચાંદીના હાથીને રાખવાથી ખુબ સારુ પરિણામ મળે છે. ચાંદી અને હાથી સકારાત્મકનું પ્રતિક છે. ઘરમાં રહેલી નેગેટેવિટીને દૂર કરે છે. ચાંદીના બનેલા હાથીને ઘર અને ઓફીસમાં રાખવાથી બઘા પ્રકારના દોષોનો નાશ કરવામાં આવે છે તથા દેવી લક્ષ્મીનો વાસ થાય છે.
– ચાંદીના હાથીને ઓફિસના ટેબલ ઉપર રાખવાથી ધનના યોગ બને છે. એટલુ ધ્યાન જરૂર રાખવુ કે હાથીને હંમેશા ઉત્તર દિશામાં જ રાખો.
– ચાંદીના હાથીના જોડાને રૂમની ઉત્તર દિશામાં રાખવાથી ધનનો લાભ અને સાથે સાથે દંપતિમાં પ્યાર અને અપનાપણુ વધે છે.
-ચાંદીના હાથીને લાલ કપડામાંં બાંધીને રાખવાથી પણ શુભ ફળ પ્રાપ્ત થાય છે.
– તિજોરીમાં પણ ચાંદીના હાથીને રાખવાથી સારુ ફળ પ્રાપ્ત થાય છે.