મેષ:
આ રાશિના લોકો સામાન્ય રીતે સ્વસ્થ રહે છે કારણકે એમનો સ્વામી ગ્રહ મંગલ હોય છે. જે રોગો સામે લડવામાં મદદરૂપ થાય છે. છતાં પણ આ રાશિના લોકોને માથા સાથે સંબંધિત કષ્ટો હોવાનું ડર રહી શકે છે. જેવાકે માથાનો દુખાવો, લકવા, અનિદ્રા. એમણે દુર્ઘટનાથી પણ સંભાળીને રહેવાની જરૂર છે.
વૃષભ:
આ રાશિના લોકો આરામ પસંદ કરે છે. પોતાની જીવનશૈલીને કારણે એમણે સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડતો હોય છે. જીવનશૈલીને સંતુલિત રાખીને રોગથી ઘણી હદ સુધી તેઓ દુર રહી શકે છે. થાઈરોઈડ, ટોન્સિલ, પાયરિયા, લકવા, જીભ તથા હાડકાના રોગોથી બચીને રહેવું.
મિથુન:
આ રાશિના વધારે પડતા લોકો કલાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા હોય છે,જેમાં મન મગજના તાલમેલની ખુબ જરૂર પડે છે. જયારે કોઈ અશુભ ગ્રહનો એમના પર નકારાત્મક પ્રભાવ પડે ચી તો એની અસર એમના નબળા પાચન તંત્રને પણ પ્રભાવિત કરે છે અને એના સંબંધી રોગો થવાની આશંકા રહે છે. આ લોકોને સરદર્દ અને બ્લડ પ્રેશર સંબંધી બીમારીઓનો પણ સામનો કરવો પદે છે. જીભ અને શ્વાસ સંબંધી રોગની પણ આશંકા રહે છે.
કર્ક:
ભોજન નું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આ લોકોને ચટપટુ ભોજન ઘણું પસંદ હોય છે જેનાથી એમના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે. આ લોકો ઘણા કલ્પનાશીલ પ્રકૃતિના હોય છે. હ્રદય, ફેફસા, સ્તન અને લોહી સંબંધી બીમારીથી સજાગ રહેવું.
સિહ:
આ રાશિના જાતકો સ્વભાવે ઘણા સંવેદનશીલ હોય છે.એટલા માટે પોતાની ઈચ્છા મુજબની વસ્તુ ન થવાને લીધે એમને માનસિક રોગ થવાની આશંકા છે. આ સિવાય આ રાશિના લોકોને કરોડરજ્જુ સાથે જોડાયેલી બીમારી અથવા ચોટ લાગવાનો ખતરો રહે છે.
કન્યા:
આ રાશિના લોકોને હાડકા, માંસપેશીયો, ફેફસા અને આતરડા સંબંધિત રોગો થવાની આશંકા રહે છે. આ લોકોએ પોતાના ખાવા પીવા પર વિશેષ ધ્યાન રાખવું જોઈએ.
તુલા:
તુલા રાશિના જાતકોએ આતરડા થી લઈને જાંઘ સુધી શરીરના અલગ અલગ ભાગો સાથે જોડાયેલી બીમારીની આશંકા છે. આના સિવાય અસ્થમા, એલર્જી, ફ્લુ જેવી પરેશાનીઓનો પણ સામનો કરવો પડે છે.
વૃશ્ચિક:
પાચન સંબંધી રોગો થવાની સંભાવના. ખાનપાન પર સંયમ રાખવાના કારણે એની સીધી અસર એમના વજન પર પડે છે. સામાન્ય રીતે આ લોકોએ અનિદ્રા, પ્રજનન, મૂત્ર, લોહી સંબંધી રોગોથી ચેતતું રહેવું જોઈએ.
ઘન:
આ રાશિના લોકો કોઇપણ પરેશાનીને હસીને સામનો કરવામાં માને છે. આ લોકોને કુલ્લા, જાંઘ અને લીવર સંબંધી પરેશાની થવાની સંભાવના વધુ રહે છે.
મકર:
સૂર્ય કમજોર રહેવાના કારણે જીવનમાં ચડાવ ઉતારનો સામનો કરવો પડી શકે છે. હૃદય રોગ, ઘુટણ , પગના હાડકા તુટવા કે ગંભીર ચોટ લાગવાનો ખતરો રહે છે.આ લોકોની ત્વચા ઘણી સંવેદનશીલ હોય છે.
કુંભ:
આ રાશિના લોકોને કોઇપણ પ્રકારના સંક્રમણથી વધુ ખતરો રહે છે. જેને કારણે એમને લોહી, ગળા સંબંધી ઇન્ફેકશન થી થનારી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. શ્વાસ, પગ, કાન અને નર્વસ સીસ્ટમ સંબંધી રોગો થવાની સંભાવના રહે છે.
મીન:
આ લોકોને પગ, લોહી અને આંખને લગતા રોગો પ્રત્યે સજાગ રહેવું જોઈએ. એ સિવાય ફેફસા કમજોર હોવાના લીધે અસ્થમા, એલર્જી અથવા ફ્લુની ફરિયાદ પણ રહી શકે છે. બદલતા મોસમમાં આ લોકોએ પોતાની ખાસ ધ્યાન રાખવું જોઈએ.