મેષ
દિવસની શરૂઆતમાં નવા કાર્યનો આરંભ કરવા માટે તમે ઉત્સાહિત રહેશો. શરીર અને મનની સ્વસ્થતા પણ તમારો ઉત્સાહ બમણો કરી દેશે. વહાલા મિત્રો તથા સ્વજનો સાથે સ્નેહમિલન સમારંભમાં જઈ શકો છો.
વૃષભ
ઘરના સભ્યો સાથે તમે જરૂરી ચર્ચા કરશો. ઘરની સાજસજાવટમાં અને અન્ય વિષયોમાં પરિવર્તન કરવામાં તમારી રુચિ વધશે. માતાની સાથે સંબંધો સારા રહેશો. કાર્યાલયમાં ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધો સુધરશે.
મિથુન
પારિવારિક અને વ્યાવસાયિક ક્ષેત્રમાં તમારો દિવસ સારી રીતે પસાર થશે. કાર્યભાર વધવાથી સ્વાસ્થ્યમાં નરમાશ આવશે, પરંતુ મધ્યાહન બાદ તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે.
કર્ક
આજે તમારો વ્યવહાર ન્યાયપૂર્ણ રહેશે. સ્વાસ્થ્ય બગડી શકે છે. ક્રોધનું પ્રમાણ વધુ રહેશે. જે ક્ષેત્રોમાં તમે પ્રયાસ કરશો, તે વિપરીત દિશામાં થશે.
સિંહ
ક્રોધનું પ્રમાણ વધુ રહેવાથી કોઈ સાથે મનમોટાવ રહેશે, પરંતુ મધ્યાહન બાદ તમારી શારીરિક અને માનસિક સ્થિતિમાં સુધારો આવશે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે.
કન્યા
આજે નવા કાર્ય અને પ્રયાસ ન કરવાની ગણેશજી સલાહ આપે છે. રાગદ્વેષ જેવી ભાવનાઓને છોડીને સમતાપૂર્વક વ્યવહાર કરવાનો આજે દિવસ છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં સિદ્ધિઓ પ્રાપ્ત થવાનો યોગ છે.
તુલા
આજના દિવસનો પ્રારંભ આનંદપ્રદ રહેશે, તેમ ગણેશજી કહે છે. વિચારોમાં ઉગ્રતા અને અધિકારની ભાવનાઓ મનમાં રહેશે. આર્થિક લાભની અને પ્રવાસની સંભાવના છે.
વૃશ્ચિક
બૌદ્ધિક કાર્યોને કરવા માટે તથા જનસંપર્ક વધારવા માટે તથા લોકો સાથે હળવામળવા માટે દિવસ સારો છે, તેમ ગણેશજી કહે છે. નાના પ્રવાસની સંભાવના છે.
ધન
શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે સંભાળીને ચાલવાની ગણેશજી સલાહ આપે છે. વધુ શ્રમ બાદ કાર્યમાં સફળતા મળે તો નિરાશ ન થવાની ગણેશજી સલાહ આપે છે.
મકર
આજે તમે કંઈક વધુ સંવેદનશીલ રહેશો તેમ ગણેશજી કહે છે. તમારી ભાવનાને પણ ઠેસ પહોંચી શકે છે. વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું. આપત્તિજનક વિચાર, વ્યવહાર અને આયોજનથી દૂર રહેવું.
કુંભ
જરૂરી કાર્યોનો નિર્ણય ન લેવા માટે ગણેશજી તમને સલાહ આપે છે. નવા કાર્યનો પ્રારંભ કરવા માટે આજનો દિવસ શરૂઆતમાં ઘણો અનુકૂળ છે.
મીન
વાણી પર સંયમ રાખવાથી તમે વિવાદને ટાળી શકશો. તેમાં આજે કેટલોક સુધારો થશે. તમે નવાં કાર્ય કરવા માટે ઉત્સાહિત રહેશો તથા કાર્યનો પ્રારંભ પણ કરી શકશો, પરંતુ દ્વિધામાં નિર્ણય ન લેવો.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.