બ્રેસ્ટ ફીડિંગ પહેલા આટલું ધ્યાન રાખો
બાળક અને માતા બંને માટે બ્રેસ્ટ ફીડિંગ સરળ અને કોઈપણ જાતના કષ્ટ વગરનું બની રહે તે માટે નવી માતા બનેલી સ્ત્રીઓએ આ બાબતનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. મોટાભાગની મહિલાઓ આ દરમિયાન બ્રાની પસંદગી કરવામાં કેટલીક ભૂલો કરે છે જે તેમને બ્રેસ્ટ ફીડિંગ દરમિયાન અનકમ્ફર્ટેબલ બનાવે છે.
આવી ભૂલો કરે છે મોટાભાગની સ્ત્રીઓ
સામાન્ય રીતે બાળકના જન્મ બાદ મહિલાના સ્તન આકાર અને સાઇઝમાં ફેરફાર થાય છે. જેના કારણે યોગ્ય માપની બ્રા પસંદ કરવી ખૂબ જરુરી બની જાય છે. આ માટે પહેલા તો બજારમાં મળતી સામાન્ય બ્રાની જગ્યાએ મેટરિનિટી બ્રા પસંદ કરવી જોઈએ. જો તમે આ આવી ભૂલથી બચવા માગતા હોવ તો કેટલીક ભૂલ કરવાથી બચવું જોઇએ. તો જાણો કેવી કેવી ભૂલો કરે છે મહિલાઓ….
મેટરનિટી બ્રા ન ખરીદવી
મોટાભાગે મહિલાઓ જે ભૂલ કરતી હોય છે તેમાં કોમન છે કે તેઓ મેટરનિટી બ્રા ખરીદતી નથી. તેની જગ્યાએ પોતાની રેગ્યુલર બ્રાનો જ ઉપયોગ કરે છે. કેટલીક મહિલાઓ આવી બ્રાની ખરીદીને કારણ વગરનો ખર્ચો ગણે છે. પરંતુ હકીકત એ છે કે તમારા બ્રેસ્ટની સાઇઝ ચેન્જ થાય છે જેથી જુની બ્રા પહેરવાથી તમને વધુ મુશ્કેલી જ પડશે.
બ્રા જ ન પહેરવી
કેટલીક નવી માતાઓ ઘડી ઘડી બાળકને દૂધ પીવડાવવાનું હોવાથી ઘરમાં મોટેભાગે બ્રા લેસ જ રહે છે. પરંતુ આ રીતે રહેવું તમારા માટે નુકસાનકારક છે. કેમ કે આ સમયગાળામાં તમારા બ્રેસ્ટ સતત સાઇઝ અને શેપ ચેન્જ કરે છે ત્યારે તેને બ્રાનો સપોર્ટ ન કરવાથી તમારુ પોશ્ચર બગડી શકે છે. તેમજ શેગિંગ બ્રેસ્ટના કારણે બેક પેઇન પણ થઈ શકે છે.
બ્રાને બદલાવવી નહીં
જો આ સમય ગાળા દરમિયાન તમે બ્રા પહેરતા હોવ પરંતુ વારે ઘડીએ તેને બદલાવતા ન હોવ તો તે પણ હાનિકર્તા છે. કેમ કે માતા બનવાના શરુઆતના દિવસોમાં બ્રેસ્ટ ખૂબ વધારે પોતાની જાતે પણ લીક થતા હોય છે. જેન કારણે તમારી બ્રા ભીની થતી હોય છે. આ સ્થિતિમાં હાઈજીન જાળવવા માટે દિવસ દરમિયાન ઓછામાં ઓછું 2વાર બ્રા બદલવી જોઈએ.
યોગ્ય સાઇઝની બ્રા ન પહેરવી
આ સમયગાળા દરમિયાન યોગ્ય સાઇઝની બ્રા શોધવી અઘરી બાબત બની જાય છે. આ માટે જ એક્સપર્ટ મહિલાઓને પોતાની ગર્ભવસ્થાના 9માં મહિનામાં જ મેટરનિટી બ્રા ખરીદવાનો આગ્રહ કરે છે. આ સમયે બ્રા પસંદ કરતી વખતે એવી બ્રા પસંદ કરવી કે જેના છેલ્લા હુકમાં તમને બ્રા ફીટ આવતી હોય. જેથી બાળક જન્મ બાદ જો જરુર પડે અને બ્રાના બીજા હૂકની મદદથી તમે તેને ટાઇટ કરી શકશો. બ્રા પસંદ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે મોટી સાઇઝની બ્રા પસંદ કરવી નહીં કેમ કે તેનાથી તમને અન્કમ્ફર્ટેબલ અનુભવાશે.