સરકારી સુવિધા માટે આધાર નંબર પહેલાથી જરૂરી થઇ ગયો છે. હવે મોબાઇલ નંબરને પણ આધાર સાથે લિંક કરવાનું અનિવાર્ય કરવામાં આવ્યુ છે. પરંતુ ગોવામાં એક વધારે ઉદ્દેશ્ય માટે પણ આધાર હોવાનું જરૂરી છે તે વાત સામે આવી છે. જી હા, ગોવામાં પેડ સેક્સ માટે આધાર કાર્ડ જરૂરી બની ગયુ છે. દિલ્લીના યુવાનો પાસે આધાર કાર્ડની માંગ કરવામાં આવી છે. એજન્ટો દ્વારા પોલીસથી બચવા માટે આ પગલું લેવાની વાત સામે આવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલ્હીના 5 યુવાનોને આ ગોવામાં આ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. વાસ્તવમાં દિલ્હીથી પાંચ યુવકોનું એક ગ્રુપ ગોવા પોતાના એક દોસ્તની બેચલર પાર્ટીમાં મોજમજા કરવા આવ્યું હતું. આ ગ્રુપમાંથી એક વ્યક્તિએ ગોવામાં પહેલાથી જ એક ‘એજન્ટ’નો સંપર્ક કરી લીધો હતો. ગોવા લેન્ડ થયા બાદ આ ગ્રુપ નોર્થ ગોવાની એક હોટેલમાં પહોંચ્યું, અને ત્યાં જઈને તેમણે એજન્ટને ફોન કરી પાંચ કોલ ગર્લ્સ માટે ઈન્ક્વાયરી કરી. એજન્ટે તેમને થોડો સમય રાહ જોવા કહ્યું. થોડી વાર પછી એજન્ટે તેમને ફોન કર્યો, પણ તેમને જે પ્રુફ આપવા કહ્યું તે જાણી આ ગ્રુપ પણ ચોંકી ગયું.પોતાને કોલ કરનારા લોકો જેન્યુઈન કસ્ટમર્સ છે કે કેમ તેની ખાતરી કર્યા પછી આ એજન્ટે તેમને પરત ફોન કર્યો, અને તેમના બધાના આધાર કાર્ડની કોપી પોતાને વ્હોટ્સએપ કરવા માટે કહ્યું. એટલું જ નહીં, આ એજન્ટે તમામના હોટેલના રુમ નંબરના પુરાવા તરીકે ચાવીનો કે પછી ટેગનો ફોટો મોકલી આપવા માટે પણ જણાવ્યું.એજન્ટ આટલી બધી વસ્તુ કેમ માગી રહ્યો છે તેની દિલ્હીથી આવેલા આ યુવકોને પહેલા તો કંઈ ખબર ન પડી, પરંતુ છતાંય તેમણે આ બધું તેને મોકલી આપ્યું. ત્યાર બાદ એજન્ટે આ તમામ ક્લાયન્ટ્સના બેકગ્રાઉન્ડ ચેક કર્યા અને હોટેલની આસપાસના વિસ્તારનો પણ સરવે કર્યો, અને તેમાં કોઈ જોખમ છે કે કેમ તે ચકાસી લીધું. અને ત્યાર પછી તેમની ડિમાન્ડ પ્રમાણે કોલ ગર્લ્સ મોકલી આપી.
ગોવામાં છેલ્લા કેટલાસ સમયથી પોલીસ કોલ ગર્લ્સનો રેકેટ પર ધ્યાન વધારી દીધું છે. અને તેના કારણે અહીંના એજન્ટોએ પણ પોતાને જે પણ ફોન આવે તેનું યોગ્ય વેરિફિકેશન કર્યા વગર કોલ ગર્લ સપ્લાય કરવાનું બંધ કરી દીધું છે. જો કોઈ ક્લાયન્ટ ફોન કરે તો તે જેન્યુઈન ક્લાયન્ટ જ છે કે પછી પોલીસનો કોઈ માણસ, તેની ખાતરી ન થાય ત્યાં સુધી ડીલ નથી કરવામાં આવતી.આટલું બધું વેરિફિકેશન કર્યા બાદ પણ ક્લાયન્ટની ડિમાન્ડ હોય તે પ્રમાણે એજન્ટો છોકરીઓ નથી મોકલી આપતા. કારણકે, જો પોલીસ રેડ કરી નાખે અને તેમાં 5-10 છોકરીઓ એક સાથે પકડાઈ જાય તો તેમનો ધંધો જ ભાંગી પડે તેવી સ્થિતિ સર્જાય. માટે જ, એજન્ટો હવે વધારે ધ્યાન રાખી રહ્યા છે.
ગોવાના એક સિનીયર પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ગોવા આવતા અનેક ટુરિસ્ટો વેબસાઈટ્સ પર એસ્કોર્ટ અને કોલ ગર્લ્સની વ્યવસ્થા કરીને આવતા હોય છે. જોકે, તેમાના 90%ને ગોવા આવ્યા પછી ખબર પડે છે કે તેમની સાથે ઠગાઈ થઈ છે. આવા સંજોગોમાં તેઓ પોલીસને ફરિયાદ પણ નથી કરી શકતા અને તેમને પૈસા ગુમાવવા પડે છે.