મહિલાઓ અને પુરૂષોને આવરી લઈને કરવામા6 આવેલા અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે જે લોકો રેગ્યુલર સેક્સ માણે છે તેમનામાં દબાણ પ્રત્યે રિસ્પોંસ સારો રહે છે . એક અન્ય અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે નિયમિત સેક્સથી બ્લ્ડપ્રેશરને કાબૂમાં રાખવામાં મદદ મળે છે. સારા સેક્સની હેલ્થ ઉપર સીધી અસર થાય છે. ફિજિકલ હેલ્થ ઉપર પણ તેની અસર થાય છે. વિલ્કિશ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ અઠવાડિયામાં એક અથવા બે વખત સેક્સ કરવાથી ઈમ્યુનોગ્લોબિન નામના એંટીબોડીમાં વધારો થાય છે.
વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલ સર્વેમાં જાણવા મળ્યુ કે આ એંટિબોડીથી શરદી જેવા ઈંફેક્શનને રોકવામાં પણ મદદ મળે છે. એક જૂની માન્યતા એવી પણ છે કે સેક્સ કરવાથી વધારે વયના લોકોમા હાર્ટ એટેકનો ખતરો રહે છે, પરંતુ ઈગ્લેંડના રિસર્ચ મુજબ આ માત્ર ખોટી માન્યતા છે. આમા કોઈ વિશ્વસનીયતા નથી. સેક્સ વખતે આવેલ હાર્ટએટેકનો સેક્સ સાથે કોઈ સંબંધ નથી.
અડધા કલાકના સેક્સથી 85 કેલરી બર્ન થાય છે. અલબત્ત 85 કેલીએ વધારે નથી લાગતી. અડધા કલાકના 4 સેશન પછી 3570 કેલરી બર્ન થશે. આનો મતલબ એ થયો કે એક પાઉંડ વજન ઓછુ થઈ જશે. અમેરિકન એસોસિએશન ઓફ સેક્સિયોલિટી એજ્યુકેટર્સના અધિકારીના જણાવ્યા મુજબ એક્સથી શારીરિક, માનસિક બંને રીતે આરોગ્યને ફાયદો થાય છે.