આજ કાલના યુવાનોમાં મોટા ભાગે અશ્લીલ ફિલ્મો જોવાનો ક્રેઝ વધારે વધી ગયો છે. એવામાં તેની પર અનેક પ્રકારના રિસર્ચ કરવામાં આવતા હોય છે ત્યારે તાજેતરમાં જ એક લેખ મનોવિજ્ઞાનની એક પત્રિકાના એક અંકમાં પ્રકાશિત થયો હતો. જે અંતર્ગત લોકો દ્વારા અશ્લીલ ફિલ્મો જોવાના કારણો અંગે તપાસ કરવામાં આવી.એક રિપોર્ટ અનુસાર આ રિસર્ચ અંગે જણાવવામાં આવ્યું. તેનો હવાલો આપતા કહેવામાં આવ્યું કે, સમસ્યાગ્રસ્ત પોર્નનો ઉપયોગ એવાં લોકોમાં વધારે છે કે જેઓ ન તો માત્ર પોતાના તણાવને ઓછાં કરવા માંગે છે પરંતુ નકારાત્મક ભાવનાઓથી બચવા માટે પોતાની સમસ્યાઓને ભૂલવા અને વાસ્તવિક દુનિયાથી બચવા માટે અશ્લીલ ફિલ્મો જોવાનું વધારે પસંદ કરે છે. જેમાં અનેક કારણો શામેલ છે. જે આ પ્રકારે છે.
- કંટાળાને ટાળવા : એટલે કે, લોકો એવું માનતા હોય છે કે તેઓ એટલાં માટે પોર્ન જુએ છે કે જેથી તેઓ કંટાળો ટાળી શકે અને સમય વિતાવી શકે.
- ખરાબ મૂડને સુધારવા : અસરકારક વિક્ષેપ અથવા દમન તેને જોવાનું મૂળ કારણ હોઇ શકે. એવું કહેવામાં આવે છે કે કેટલાંક લોકો તેના ખરાબ મૂડને સુધારવા માટે અશ્લીલ ફિલ્મ જુએ છે.
- વાસ્તવિક જીવનમાં અનુભવ ન થયો હોય તે માટે : કોઇએ કહ્યું કે, તેઓ એટલાં માટે અશ્લીલ ફિલ્મ જોતા હોય છે કે તેઓ એવી ચીજોનો ભાગ બની શકે કે જેને તેઓ વાસ્તવિક જીવનમાં અનુભવ ન કરી શકે.
- યૌન સંતુષ્ટિની ઊણપ : અશ્લીલ ફિલ્મો જોવાનું સૌથી મહત્વનું કારણ એ છે કે, જેનું યૌન જીવન સંતોષજનક નથી હોતું તેઓ પણ આને જોવામાં વધારે રૂચિ દાખવતા હોય છે.
- પોતાની યૌન ઇચ્છાઓને વધારે સારી રીતે જાણવા : આ સાથે જ કેટલાંક લોકોના કહેવા અનુસાર, આત્મ સંશોધન એટલે કે પોતાની યૌન ઇચ્છાઓને વધારે સારી રીતે જાણવા માટે લોકો અશ્લીલ ફિલ્મો જોતા હોય છે.
- યૌન જિજ્ઞાસામાં નવી ચીજો શીખવા : તો કેટલાંક લોકો યૌન જિજ્ઞાસામાં કેટલીક નવી ચીજો શીખવા માટે પણ અશ્લીલ ફિલ્મો જોતા હોય છે.
- હસ્તમૈથુનને સરળ બનાવવા : આ સિવાય કેટલાંક લોકો યૌન સુખ માટે એટલે કે, હસ્તમૈથુનને સરળ બનાવવા માટે પણ આવી અશ્લીલ ફિલ્મો જોતા હોય છે.
- તણાવ દૂર કરવાની સર્વોત્તમ રીતોમાંની એક રીત : જ્યારે કેટલાંક લોકોને આવી ફિલ્મો જોવાથી તણાવામાં ઘટાડો થતો અનુભવાય છે. લોકોનું એવું માનવું છે કે, અશ્લીલ ફિલ્મો જોવી એ તણાવ દૂર કરવાની સર્વોત્તમ રીતોમાંની એક રીત છે.