વિશ્વમાં ઘણા રહસ્યમય છોડ છે. ઉત્તરાખંડના કાલાઢુંગીના જંગલમાં કેટલાક એવા વૃક્ષો છે જેમની ડાળીઓ જ્યારે આંગળીઓને સ્પર્શે છે ત્યારે તે કાંપવા લાગે છે. તો ભૂમધ્ય પ્રદેશમાં મેન્ડ્રેક નામનો એક છોડ છે, જેને કાપવામાં આવે તો વૃક્ષ રડવા લાગે છે. પરંતુ પૃથ્વી પરના સૌથી ઝેરીલા વૃક્ષ વિશે માહિતી આપી રહ્યા છીએ. તેનું ફળ સફરજન જેવું લાગે છે, પરંતુ એકવાર તેને ખાશો તો બચવું મુશ્કેલ છે. તેનો ધુમાડો વ્યક્તિને અંધ પણ બનાવી દે છે.
અમે વાત કરી રહ્યા છીએ દુનિયાના સૌથી ઝેરીલા વૃક્ષ મનશીનીલની ૫૦ ફૂટ સુધી ઊંચા આ ઝાડના પાંદડા ચમકદાર હોય છે. તેમાં સફરજન જેવું જ ફળ હોય છે, જેનો સ્વાદ મીઠો હોય છે. પરંતુ મીઠાશથી છેતરશો નહીં. આ ઝાડની ડાંડી અને ફળમાંથી નીકળતો રસ એટલો ઝેરી હોય છે કે જો તે માનવ ત્વચાના સંપર્કમાં આવે તો તેના કારણે ફોલ્લા પડી જાય છે. સ્પેનિશ સંશોધક પોન્સ ડી લિયોનને તેના રસમાં પલાળેલું તીર વાગ્યું હતું, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. તેઓ માત્ર એકલા નથી. ઘણા લોકો આનો શિકાર બન્યા છે. આ જ કારણ છે કે લોકોને અહીં જવાની પરવાનગી નથી. અનેક જગ્યાએ બોર્ડ લગાવવામાં આવ્યા છે.
વર્ષો પહેલા કેટલાક ખલાસીઓએ સળગાવવા માટે તેનું લાકડું કાપવાનો પ્રયાસ કર્યો અને તેઓ અંધ બની ગયા. જ્યારે કેટલાક લોકોએ તેનું ફળ ખાવાની કોશિશ કરી તો તેમને અસહ્ય પીડા અને સોજાનો સામનો કરવો પડ્યો અને થોડા જ સમયમાં તેમનું મ્રત્યુ થયું. જૂના જમાનામાં, ગુનેગારોને ઝાડ સાથે બાંધીને છોડી દેવામાં આવતા હતા, જેથી તેમની ત્વચાને છીનવી શકાય. જો આ ઝાડનો રસ કોઈની આંખો સુધી પહોંચે તો તે વ્યક્તિ અંધ બની શકે છે. ઝાડના લાકડા સળગાવતી વખતે નીકળતો ધુમાડો આંખો સુધી પહોંચે તો આંખોની રોશની જતી રહે છે. રિપોર્ટ મુજબ વરસાદ દરમિયાન ઝાડ નીચે ઉભા રહેવાથી અસહ્ય દુખાવો અને ફોલ્લા થઈ શકે છે.
આ વૃક્ષ ફ્લોરિડા અને કેરેબિયન બીચ પર જોવા મળે છે. નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનના સંશોધકોએ તેના પર સંશોધન કર્યું અને માન્યું કે તે એટલું ઝેરી છે કે ક્રિસ્ટોફર કોલમ્બસે તેને મૃત્યુનું ફળ પણ કહ્યું હતું. ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ તેના નામે છે. એવું કહેવાય છે કે જૂના જમાનામાં જ્યારે ઘોડાઓ તેને ખાતા ત્યારે તેઓ પાગલ થઈ જતા હતા. નિકોલા એચ સ્ટ્રિકલેન્ડ નામના વિજ્ઞાનીએ દાવો કર્યો હતો કે એકવાર તેણે અને તેના કેટલાક મિત્રોએ ટોબેગોના કેરેબિયન ટાપુના દરિયા કિનારે આ ફળ ખાધું હતું, ત્યારે તેઓ બચી ગયા હતા. નિકોલાએ કહ્યું કે ફળ ખાધા પછી તરત જ તેને બળતરા થવા લાગી અને તેના શરીરમાં સોજો આવવા લાગ્યો. સદનસીબે, તેને તાત્કાલિક સારવાર મળી અને તે સ્વસ્થ થઈ ગયા.