મધ્ય પ્રદેશના મહિલા આયોગમાં રોજ કોઈ નવી અને અજબ-ગજબ ફરિયાદો લઈને આવે છે મહિલાઓ. આમાંની ઘણી ફરિયાદો સાધારણ હોય, ઘણી વિચિત્ર હોય અને કોઈ તો આઘાતજનક પણ હોય છે. આવી જ એક ફરિયાદ લઈને ભોપાલની એક મહિલા આયોગ પોહચી હતી. એની ફરિયાદ સાંભળીને લોકોના હોશ ઉડી ગયા હતા.
વાસ્તવમાં, પ્રજ્ઞાએ કમિશનરને જણાવ્યું હતું કે રૂમ ફ્રેશનરન સુંઘીને પતિ નાગીન ડાન્સ કરવાનું શરુ કરી દે છે. આના લીધે તેના પતિ જોડે રહેવું તેના માટે ખુબ અઘરું બની ગયું છે. તેની વિચિત્ર આદતોના લીધે તે માથાનો દુખાવો બની ગયો છે. આ સિવાય, તે ઘણા પ્રકારનાં નશો પણ કરે છે.પ્રજ્ઞાએ જણાવ્યું હતું કે 22 જાન્યુઆરી 2017ના રોજ, રેલ્વે કોલોનીનો રહેવાસી અમિત ગૌતમ સાથે તેના લગ્ન થયા હતાં. લગ્ન પહેલાં, તેમણે કહ્યું હતું, “મને કહેવામાં આવ્યું હતું કે તેઓ રેલવેમાં અધિકારી છે, જ્યારે તેઓ કોચ ફેક્ટરીમાં લેબરનું કામ કરે છે. સાસુએ ખોટું બોલીને પુત્ર સાથે લગ્ન કરાવ્યા હતા. મને એવું પણ કહેવામાં આવ્યું હતું કે પતિ ફિલ્મ જગત સાથે સંકળાયેલો છે પરંતુ એવું કશું જ નથી.”
મારા પરિવારે લગ્ન પર 20 લાખથી વધુ ખર્ચ કર્યો છે. અમિતનું કેહવું છે, “પત્ની એની કલાની કાળજી લેતી નથી. હું ફિલ્મ વિશ્વ સાથે સંબંધિત છું, તેથી આ રીતે તેને માનવાનો પ્રયાસ કરું છું.”હાલમાં, મહિલા કમિશનએ પોલીસને આ બાબતની તપાસ કરવા કહ્યું છે.