મોટાભાગના પુરૂષો વિચારતા હોય છે કે આખરે તેઓ એવું શું કહેવું કે કરવું જેનાથી જેનાથી મહિલાઓ ઈમ્પ્રેસ થઈ જાય. મહિલાઓને વખાણ સાંભળવા પસંદ હોય છે, એ એક હકીકત છે. મહિલાઓના ગમે તેટલા વખાણ કરો તે ઓછા જ છે. પરંતુ માત્ર વખાણ કરવાથી કોઈ મહિલા ઈમ્પ્રેસ નથી થતી.
મહિલાઓને આકર્ષિત કરવા ઈચ્છતા હો તો તેમને જ નહીં પરંતુ દરેક વ્યક્તિ અને વસ્તુને રિસ્પેક્ટ આપતા શીખો. મહિલાઓ આવી નાની-મોટી બાબતો વધુ નોટિસ કરતી હોય છે. તમારી આ એક બાબત તેમને પ્રભાવિત કરશે.તમારી વાત કરવાની રીત ભાત ખાસ કરીને મહિલા સાથે કેમ વાત કરવી એ પણ એક કાળા છે જે બધાને નહિ આવડતી હોતી આ કળા આવડે તો જ તમે તમારો પ્રભાવ દર્શાવી શકશો
મહિલાઓને એવા પુરૂષો વધુ પસંદ આવે છે જે તેમને નાની-નાની વાતમાં પણ હસાવી શકે. તેમજ તેઓ એવા પુરૂષો તરફ વધુ આકર્ષાય છે જેમનું સેન્સ ઓફ હ્યુમર સારું હોય છે. આ સિવાય ઈમાનદારી એક એવો ગુણ છે જે તમને કોઈ પણ મહિલાના દિલમાં સ્થાન અપાવી શકે છે. જો આ એક ગુણ તમારી અંદર હશે તો તમે ચોક્કસ કોઈ પણ મહિલાને આકર્ષિત કરી શકો છો.
મહિલાઓ કાયમ એવા લોકો તરફ વધુ આકર્ષિત થતી હોય જે જેમને દરેક વિષયનું જ્ઞાન હોય, ન કે એવા લોકો જે માત્ર મોસમ વિભાગની માહિતી આપતા રહે, તેથી હવે કોઈ મહિલાને મળો તો માત્ર મોસમની વાતો કરવાની જગ્યાએ કોઈ નોલેજેબલ વાતો શેર કરશો તો તેમને ગમશે.મહિલાઓને ઇન્ટેલીજન્ટ પુરુષો વધુ પસંદ પડે છે.
કોઈ પણ મહિલાને તેનો બોયફ્રેન્ડ અથવા પાર્ટનર અન્ય લોકો સાથે સારી રીતે વાત કરે તે જોવું પણ ખૂબ ગમતું હોય છે અને મનમાંને મનમાં તે તેને જોઈને તેના તરફ આકર્ષિત થતી હોય છે.તમારું સારું વર્તન તમારા મહિલા પાત્રને તમારી તરફ આકર્ષિત કરશે